- અભિનેતાએ રિયાલિટી શોમાં કરી ઘોષણા
- અભિનેત્રી ટાઈગર-3માં ગિરીશ કર્નાડનું સ્થાન લેશે, પીઢ અભિનેતાનું 2019માં નિધન થયું
મુંબઇ : સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર ૩ને લઇને ઉત્સાહિત છે. પોતાના રિયાલિટી શો દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતુ કે, તે ટાઇગર ૩માં રેવતી સાથે ફરી કામ કરવાનો છે.
સલમાન ખાન અને રેવતીએ સાલ ૧૯૯૧માં લવ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. આ પછી હવે બન્ને જણા ૨૦૨૩માં રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. સલમાનના રિયાલિટી શો બિગ બોસના વીક એન્ડ વાર એપિસોડ દરમિયાન રેવતી અને કાજોલ પોતાની ફિલ્મ વેંકીના પ્રમોશન માટે જોવા મળી હતી. આ દરમિયાન સલમાને જણાવ્યું હતું કે, ૩૨ વરસ પછી તે ફરી રેવતી સાથે કામ કરવાનો છે.
રેવતી સલમાનની ટાઈગર ૩માં કામ કરવાની છે. રેવતીએ જણાવ્યું હતું કે, તે ટાઇગર ૩માં કામ કરવા માટે ઉત્સાહિત છે. તેણે પોતાના રોલ વિશે કહ્યું હતું કે, ટાઇગર ફિલ્મમાં ગિરીશ કર્નાડે જે રોલ ભજવ્યો હતો તે જ ભૂમિકા ભજવવાની છું. હું ટાઇગર ૩માં ગિરીશજીનું સ્થાન લઇ રહી છું. ગિરીશ કર્નાડે ટાઈગર ફ્રેન્ચાઇજીમાં શેનોયનો રલ ભજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગિરીશ કર્નાડે રોના ચીફનો રોલ ભજવ્યો હતો. હવે ટાઈગર ૩માં રેવતી આ પાત્ર ભજવતી જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ટાઇગરની બન્ને ફ્રેન્ચાઇઝીમાં રો ચીફનો રોલ ગિરીશ કર્નાડે કર્યો હતો. ગિરીશનું ૨૦૧૯માં નિધન થઇ ગયું હતું. તેથી હવે આ પાત્ર રેવતીને ફાળવવામાં આવ્યું છે.
https://ift.tt/omckOt0 from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YPeIu54
0 ટિપ્પણીઓ