- પોલીસે પરીમલ સોસાયટી પાસે રેઈડ કરી જુગારીઓને પકડી રોકડા રૂ.20,380 કબજે કર્યા
સુરત,તા.16 જુલાઈ 2022,શનિવાર
સુરતના વરાછા વિસ્તારની પરીમલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી 7 મહિલા અને 3 પુરુષને વરાછા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.20,380 કબજે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે શનિવારે મળસ્કે પરીમલ સોસાયટી ઘર નં.80 પાસે જાહેરમાં જુગાર રમતી 7 મહિલા અને 3 પુરુષને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.20,380 કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલાઓમાં એક દંપત્તિ છે.
કોણ કોણ ઝડપાયું
(1) ગીતાબેન ભીમજીભાઇ વેગડ ( ઉ.વ.40, રહે.327, ભગીરથનગર સોસાયટી વિભાગ-1, વરાછા, સુરત )
(2) રેખાબેન મધુભાઇ જેઠવા ( ઉ.વ.35, રહે.મકાન નં.112, વિશાલ નગર સોસાયટી, હીરાબાગ,સુરત )
(3) લક્ષ્મીબેન જીતુભાઇ વેગડ ( ઉ.વ.35, રહે.ભક્તીનગર સોસાયટી, હીરાબાગ, વરાછા, સુરત )
(4) શારદાબેન ધીરૂભાઇ બારૈયા ( ઉ.વ.35, રહે. સંતોષીનગર સોસાયટી, વરાછા, સુરત )
(5) ભાવનાબેન દિનેશભાઇ વેગડ ( ઉ.વ.40, રહે. મકાન નં.122, મધુવન સોસાયટી, વરાછા, સુરત )
(6) કમળાબેન અરવિંદભાઇ સોલંકી ( ઉ.વ.40, રહે. મકાન નં.37, રણજીતનગર, વરાછા, સુરત )
(7) મંજુબેન મનુભાઇ વેગડ ( ઉ.વ.40, રહે. મકાન નં.180, ભગીરથનગર સોસાયટી, વરાછા, સુરત )
(8) દેવાભાઇ કાળાભાઇ મકવાણા ( ઉ.વ.40, રહે.401,ચોથા માળે, સંતોષીનગર સોસાયટી, વરાછા, સુરત )
(9) ભીમજીભાઇ દુલાભાઇ વેગડ ( ઉ.વ.39, રહે.327, ભગીરથનગર સોસાયટી વિભાગ 1, વરાછા સુરત )
(10) જાલમ નાજાભાઇ ગોહિલ ( ઉ.વ.23, રહે.ખાતા નં.340, ગાયત્રીનગર સોસાયટી, વરાછા, સુરત )
https://ift.tt/T0QaJdm from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kpVshEW
0 ટિપ્પણીઓ