- આશા પારેખ મહુવાનાં વણિક કુટુમ્બના છે
- 79 વર્ષના આ અભિનેત્રીને હિન્દી સિનેમા ઉપર સૌથી વધુ પ્રભાવ પાથરનાર પૈકી એક તરીકે સ્વીકારવામાં આવ્યા છે
મુંબઈ/નવી દિલ્હી : વિતેલા વર્ષોના ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને ૨૦૨૦ ના દાદા સાહેબ ફાલકે એવોર્ડથી નવાજવામાં આવશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના આ સર્વોચ્ચ પારિતોષિક માટે તેઓનું નામ જાહેર કરતા કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે ૭૯ વર્ષનાં આશા પારેખને શુક્રવારે યોજાનાર ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડઝ સમારંભમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.
આ નિર્ણય દાદા સાહેબ ફાલકે એવોર્ડ સમિતિનાં સભ્યો આશા ભોંસલે, હેમા માલિની, પૂનમ ધીલ્લોન, ઉદિત-નારાયણ અને ટી.એસ. નાગભદ્રે સર્વાનુમતે લીધો હતો. તેમ ઠાકુરે, હિમાચલ પ્રદેશ સ્થિત પોતાના મત વિસ્તાર હમીરપુરામાં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ''તેઓએ આ વખતની મિટીંગમાં નિર્ણય લીધો હતો કે આ વખતે આશા પારેખને દાદા સાહેબ ફાલકે એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારંભમાં એનાયત કરવો.''
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડથી અભિનેત્રીને જાહેર કરતાં મંત્રાલય પણ ગૌરવ અનુભવે છે.
આ ખ્યાતનામ અભિનેત્રીની કારકીર્દી પાંચ દાયકાથી પણ વધુ સમયમાં પથરાયેલી છે. તેઓ આ ક્ષેત્રે સૌથી પહેલું પદાર્પણ માત્ર ૧૦ વર્ષની વયે જ શરૂ કર્યું હતું. તેઓએ 'દિલ દે કે દેખો', 'કટી પતંગ', 'તિસરી મંઝિલ', 'બહારો કે સપને', 'પ્યાર કા મૌસમ' અને 'કારવા' સહિત ૯૫ ફિલ્મોમાં અભિનય આપ્યો છે. હિન્દી સિનેમા ઉપર સૌથી વધુ છવાઈ રહેલાં અભિનેત્રીઓમાં તેઓનું સ્થાન છે.
તેઓએ તેમની કારકીર્દીના પ્રારંભ બાળ-કલાકાર તરીકે ૧૯૫૨ ની ફિલ્મ 'આસમાં'થી કર્યો હતો અને બે વર્ષ પછી બિમલ રૉયનાં 'બાળ-બેટી'માં પણ અભિનય પાથર્યો.
૧૯૫૯ માં નાસીર હુસૈનની ફિલ્મ 'દિલ દે કે દેખો'માં શમ્મી-કપૂર સાથે તેઓએ ભજવેલી ભૂમિકા પછી તેઓ ખ્યાતનામ અને અત્યંત લોકપ્રિય બની રહ્યા.
તેઓ પછીથી દિગ્દર્શક અને નિર્માતા પણ બની રહ્યા અને ૧૯૯૦ ના દાયકાના અંતે લોકપ્રિય બની રહેલા ટીવી ડ્રામા 'કોરા કાગઝ'નું પણ નિર્માણ કર્યું હતું.
આ મહાન અભિનેત્રી ૧૯૯૮-૨૦૦૧ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટીફીકેશનનાં 'ચેરપર્સન' તરીકે પણ નિયુક્ત થયા હતા.
તેઓએ તેમની આત્મકથા 'ધી હીટ ગર્લ' ફિલ્મ ક્રીટીટ ખાલીદ મોહમ્મદની સાથે ૨૦૧૭ માં પ્રસિદ્ધ કરી હતી. તેઓએ ૧૯૯૨ માં 'પદ્મશ્રી' વિભૂષિત કરાયાં હતાં. તેઓ મહુવાનાં વણિક કુટુમ્બના અને સાભાકુઝવેસ્ટમાં તેઓએ વિશાળ હોસ્પિટલ બંધાવી છે.
૨૦૧૯ નો દાદા સાહેબ ફાલકે એવોર્ડ રજનીકાંતને અપાયો હતો. તે સર્વવિદિત છે.
https://ift.tt/wYkEzKZ from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sv6c1Vq
0 ટિપ્પણીઓ