લખનૌ,૨૯ નવેમ્બર,૨૦૨૨,મંગળવાર
સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વ મુલાયમસિંહ યાદવના નાના ભાઇ શિવપાલ યાદવ અને ભત્રિજા અખિલેશ યાદવ વચ્ચેનો ગજગ્રાહ જાણીતો છે. મુલાયમસિંહના પુત્ર અખિલેશે કાકા શિવપાલ યાદવને યુપી ઇલેકશન પહેલા અને પછી ઉપેક્ષા અને આક્ષેપબાજી કરી હતી.
એક સમયે તો શિવપાલ યાદવ ભાજપમાં પ્રવેશ કરશે એવી પણ ચર્ચા શરુ થઇ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશનું સમાજવાદી રાજકારણ બદલાઇ રહયું છે. મુલાયમસિંહના અવસાન પછી શિવપાલ યાદવ અને અખિલેશ વચ્ચેની દૂરિયા નજદિકિયા બની રહી છે. મેનપુરી લોકસભા બેઠકની પેટા ચૂંટણી પણ તેનું નિમિત બની છે જેમાં અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે. શિવપાલ યાદવ પુત્રવધુ ડિમ્પલને જીતાડવા માટે પ્રચાર કરી રહયા છે. આવા જ સમયે રાજય સરકાર દ્વારા શિવપાલ યાદવની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રિવરફ્રન્ટ પ્રોજેકટમાં કથિત ગોટાળા સંદર્ભે સીબીઆઇ પૂછપરછ કરશે. આ સાથે જ શિવપાલને ફાળવવામાં આવેલા આવાસને પણ પરત લેવાની કવાયત શરુ થઇ છે. આમ યોગી સરકાર શિવપાલ યાદવ પર કોઇ કડક કાર્યવાહી કરશે તેવો ભય તોડાઇ રહયો છે.આમ શિવપાલ યાદવ અને આદિત્યનાથ યોગી વચ્ચેનો ઇલૂ ઇલૂનો સમય પુરો થયો છે અને બંને વચ્ચે ઘર્ષણના એંધાણ વરતાઇ રહયા છે.
યોગીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં શિવપાલની પેન્ડૂલા સાથે સરખામણી કરી હતી. અખિલેશે યોગી પર પ્રહાર કરીને જવાબ આપ્યો હતો. આમ સમાજવાદી પક્ષનો ગઢ ગણાતી મેનપુરી બેઠક બચાવવા યાદવ પરીવાર એક થઇ રહયો છે ત્યારે આ ચૂંટણી યુપીના આવનારા સંઘર્ષભર્યા રાજકારણના પણ સંકેતો આપી રહયું છે.
https://ift.tt/7AwLilp from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9anGlYf
0 ટિપ્પણીઓ