પ્રભાસ માટે કન્યા નક્કી થઈ ગઈઃ આ વર્ષે જ લગ્ન થશે


- અગાઉ અનુષ્કા શેટ્ટી સાથે અફેરની અફવા હતી 

- પરિવારજનોએ લગ્ન માટે તૈયારી શરુ કરી દીધી 

મુંબઇ : સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શરુ થયેલી ચર્ચાઓ મુજબ પ્રભાસનાં લગ્ન અંગે કોઈ ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. તેના માટે કન્યા નક્કી થઈ ગઈ છે અને પરિવારજનોએ લગ્ન માટે તૈયારી પણ શરુ કરી દીધી છે. 

પ્રભાસ અને બાહુબલિ સિરીઝની તેની સહકલાકાર અનુષ્કા શેટ્ટી વચ્ચે અફેર ચાલતું હોવાની વાતો તે સમયે ચર્ચાઈ હતી. જોકે, ંબનેમાંથી કોઈએ પણ ક્યારેય પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી ન હતી. 

એ જ ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રભાસની લોકપ્રિયતા પૂરા દેશમાં વધી હતી અને તેને દેશભરમાંથી હજારો યુવતીઓએ લગ્ન માટે માંગુ મોકલ્યું હોવાના પણ અહેવાલો પ્રગટ થયા હતા. 

હવે સાઉથ ઈંડસ્ટ્રીમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રભાસ માટે કન્યા નક્કી થઈ ગઈ છે. તેના કાકા અને એક્ટર કૃષ્ણમ રાજુ ટૂંક સમયમાં જ પ્રભાસનાં લગ્ન વિશે જાહેરાત કરશે. 

આ કન્યા ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે કે કેમ તે વિશે હુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 

થોડા સમય પહેલાં જ પ્રભાસને તેની લવ લાઈફ અને મેરેજ વિશે પૂછાયું હતું. ત્યારેતેણે જણાવ્યું હતું કે પ્રેમ બાબતે મારી ભવિષ્યવાણી હંમેશાં ખોટી પડી છે. આ જ કારણોસર હું લગ્ન વિશે બોલવાનું ટાળું છું.




https://ift.tt/8LdpEeh

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ