WhatsApp Action: વૉટ્સએપે ભારતીયો પર શિકંજો કસ્યો છે, અને નિયમોની બહાર રહેલા તમામ પ્રકારના એકાઉન્ટને બેન કરી દીધા છે. કંપનીએ આ વાતની જાણકારી ખુદ આપી છે. વૉટ્સએપએ કહ્યું કે તેને આઇટી નિયમ 2021ના અનુપાલનમાં નવેમ્બરમાં ભારતમાં 1,759,000 એટલે કે 17 લાખથી વધુ વૉટ્સએપ એકાઉન્ટ બેન કરી દીધા છે. વૉટ્સએપને નવેમ્બરમાં દેશમાં 602 ફરિયાદો મળી અને તેમાંથી 36 પર કાર્યવાહી કરી છે. વૉટ્સએપના પ્રવક્તાએ કહ્યુ કે, "આઇટી નિયમ 2021 અનુસાર, અમે નવેમ્બર મહિનામાં પોતાનો છઠ્ઠો માસિક રિપોર્ટ પબ્લિશ કર્યો છે. આ યૂઝર સિક્યૂરિટી રિપોર્ટમાં યૂઝર્સની ફરિયાદોની ડિટેલ્સ અને વૉટ્સએપ દ્વારા કરવામાં આવેલી સંબંધિત કાર્યવાહીની સાથે સાથે વૉટ્સએપની સ્વયંની નિવારક કાર્યવાહીઓ સામેલ છે.
વોટ્સએપે અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે નવેમ્બર 2021માં 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી કંપનીને 602 ફરિયાદો મળી છે. જેના પર કંપનીએ કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ખાતાની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે. આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા લેવામાં આવેલી યુઝર ફરિયાદો અને સંબંધિત પગલાં તેમજ WhatsApp દ્વારા જ લેવામાં આવેલી કાર્યવાહીની વિગતોનો સમાવેશ થાય છે.
ફેસબુકની માલિકીની કંપનીએ અગાઉ કહ્યું હતું કે 95% થી વધુ પ્રતિબંધો ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ (સ્પામ) ના અનધિકૃત ઉપયોગને કારણે છે.
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ
0 ટિપ્પણીઓ