દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડ્યાં હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે જેની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. ભારત, પાકિસ્તાન,ચીન, તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. કઝાખસ્તાન, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવયા છે.
અમદાવાદમાં ભૂકંપના આંચકા આવ્યા કે નહીં તે વિશે અસમંજસ
અમદાવાદમાં પણ લોકો ભૂકંપના આંચકા આવ્યા હોવાનું માનીને કેટલાક વિસ્તારોમાં ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા જાણવા મળી ન હતી કે અમદાવાદમાં ભૂકંપ આવ્યો હતો કે નહિ. બીજી બાજુ વડોદરાના સાવલીમાં પણ આંચકા અનુભવાયા હતા તેવા પણ અહેવાલો જાણવા મળ્યા હતા.
ભારતના આ ચાર રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા
આજે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો.
https://ift.tt/cJeEbK7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AVzTGu7
0 ટિપ્પણીઓ