પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર બીજીવાર દરોડા : 247ની કરાયેલી ધરપકડ


- મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઉ.પ્ર. દિલ્હી, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એકી સાથે દરોડા

નવી દિલ્હી : ઇસ્લામિક જૂથ પોપ્યુલર ફ્રંટ ઓફ ઇંડીયા (PFI) ના ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર થોડા દિવસ પૂર્વે પડાયેલા વ્યાપક દરોડા જેમાં ૧૦૦થી વધુની ધરપકડ થઇ હતી, તે પછી આજે દેશભરમાં દરોડાઓનો બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો. અને તેમાં, તે કટ્ટરવાદી જૂથના નેતાઓ અને કાર્યકરો મળી ૨૪૭ની ધરપકડ કરવામાં આવી હતી.

આ જૂથ વિરૂદ્ધ તપાસ સંસ્થાઓએ સામુહિક રીતે, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આસામ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં એકી સાથે, દરોડા પાડયા હતા.

PFI ઉપર ત્રાસવાદીઓને નાણાં પહોંચાડવાના મુસ્લીમ યુવાનોને શસ્ત્રોની તાલિમ આપવાના, અને ત્રાસવાદી સંગઠનોમાં જોડાવા માટે બ્રેઇન-વૉશ કરવાના આરોપો તે તપાસ સંસ્થાઓએ લગાડયા છે.

દિલ્હી, પોલીસની સ્પેશ્યલ સેલે રોહીણી, નિઝામુદ્દીન, જામીયા શાહીન-બાગ અને મધ્ય દિલ્હીમાં, સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

થાણામાં મોડી રાતે હાથધરેલી કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાંચે PFI ના ૪ કાર્યકરોની ધરપકડ કરી હતી. તેઓ ઉપર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાનો કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો, અને દેશ સામે યુદ્ધ છેડવાના આરોપો મુકાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને સોલાપુરમાં પણ દરોડા પડાયા હોવાના અહેવાલો મળ્યા છે.

કર્ણાટકમાં સ્થાનિક પોલીસે આજે વહેલી સવારે દરોડા પાડી PFI ના ૪૦ સભ્યોને કસ્ટડીમાં લીધા છે. કર્ણાટકનાં બાગલકોર બીડર રામરાજનગર, ચિત્રદુર્ગ, રામનગર, મેંગલુરૂ, કોપ્પાલ, બેલ્લારી, કોલાર, બેંગલુરૂ, મીસુરૂ અને વિજયપુરા જિલ્લાઓમાં, દરોડા પાડી  PFI અને સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટીઓફ ઇંડીયા (SDPI)  ના મળી, ૭૫ સભ્યોની ધરપકડ કરી હતી. SDPI તે PFI  ની રાજકીય શાળા છે. તેના સભ્યોની તોફાની વિરોધ કરે તેવી શંકાથી પ્રિવેન્ટીલ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત મ.પ્ર.માં ૨૧ અને ગુજરાતમાં ૧૦ PFI કાર્યકરોની અટકાયત કરાઈ છે.

આસામમાં ઓછામાં ઓછા ૨૫ જેટલા PFI કાર્યકરોને મધ્ય અને દક્ષિણ આસામમાં અટકાયતમાં લેવાયા છે. આ પૂર્વે આસામ પોલીસે PFI ના ૧૧ કાર્યકરોની ધરપકડ કરી હતી. આ પૈકીના એકની તો દિલ્હીમાં ધરપકડ કરાઈ હતી.

સપ્ટે. ૨૨થી હજી સુધીમાં વ્યાપક જાળ બીછાવી PFI ના ૧૦૬ કાર્યકરોની ધરપકડ કરી છે. તેમાં ૧૫ રાજ્યો આવરી લેવાયાં છે.

૨૦૦૬માં રચાયેલી આ સંસ્થા PFI એક તરફ મુકી દેવાયેલા લોકોના દલિતોના મુસ્લીમોના અને આદીવાસીઓના અધિકારો માટે લડે છે, તેવો દાવો કરે છે પરંતુ વાસ્તવમાં તે ઇસ્લામિક કટ્ટરવાદ જ ફેલાવે છે. તેણે કેરલમાં એક પ્રોફેસરના હાથ પણ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ કાપી નાખ્યા હતા.



https://ift.tt/wRUJFh0 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YuAfLsF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ