બાંગ્લાદેશ સરહદેથી ૨૧ કરોડનું ૪૧ કિલો સોનું જપ્ત



બાંગ્લાદેશની સરહદેથી ભારતમાં ઘૂસાડાતું ૪૧ કિલો સોનું બીએસએફના જવાનોએ જપ્ત કર્યું હતું. આ સોનાની માર્કેટ કિંમત લગભગ ૨૧ કરોડ રૂપિયા કરતાં વધુ છે. ૩૪૧ બિસ્કિટ ઘૂસાડવાની કોશિશ નિષ્ફળ બનાવાઈ હતી.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના પ્રવક્તાએ કહ્યું હતું એ પ્રમાણે પશ્વિમ બંગાળના  ૨૪ પરગણા જિલ્લામાં આવેલી ઈચ્છામતી નદીમાંથી ૬-૭ શંકાસ્પદ લોકો ભારતમાં ઘૂસવાની કોશિશ કરતા હતા. બીએસએફના જવાનોએ તેને પડકારીને પીછો કર્યો. બીએસએફના જવાનોની હાજરી જોઈને બધા જ શંકાસ્પદો નદીમાં કૂદીને ભાગી ગયા હતા. બીએસએફના જવાનોએ બોટનો કબજો લીધો હતો અને તપાસ કરતાં એમાંથી ૩૪૧ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. એ બિસ્કિટની માર્કેટ કિંમત ૨૧.૨૨ કરોડ રૃપિયા આંકવામાં આવી છે.
બીએસએફના કહેવા પ્રમાણે પશ્વિમ બંગાળમાંથી પકડાયેલી આ સૌથી મોટી સોનાની દાણચોરી છે. ૩૪૧ બિસ્કિટ ઉપરાંત સોનાનો સિક્કો અને ચાર છડાનો પણ સમાવેશ થતો હતો. આ બધું મળીને સોનાનો વજન ૪૧.૪૯ કિલો થતો હતો. પકડાયેલું સોનું ૨૪ કેરેટનું છે. તે સિવાય સોનાની તસ્કરી કરતાં આરોપીઓની બોટમાંથી ચાર મોબાઈલ ફોન, પેકિંગ મટિરિટલ અને બાંગ્લાદેશનું અખબાર મળી આવ્યું હતું. શંકાસ્પદ સ્મગલરોને પકડી લેવા માટે બીએસએફએ બોર્ડર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને અન્ય સ્થળોએ પણ એલર્ટ જારી કર્યો છે.



https://ift.tt/6ZOAEXs from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LPmc4jA

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ