ડીસા તા.૨૩
સરકાર દ્વારા લોકોને રોજિંદી ખાદ્ય ચીજ વસ્તુઓમાં જીએસટી લાગુ કરતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને મોંઘવારી વચ્ચે વધારાનો બોજો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરકારે લાગુ કરેલ ખાદ્ય ચીજવસ્તુઓમાં જીએસટીને હટાવવાની માંગ સાથે ડીસાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર સુધી અવાજ પહોંચાડવા કરિયાણા મરચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે જેના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટી કાઉન્સલર દ્વારા રોજિંદી ખાદ્ય ચીજવસ્તુઓમાં જીએસટી લાગુ કરતા ગુજરાતના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આવેદનમાં જણાવ્યું છે કે, જીએસટી કાઉન્સલર દ્વારા ગોળ પ્લેન પેકિંગમાં આવે છે. તે ગાય તેમજ દુધાળા ઢોરના ચારામા નંખાય છે. તેમજ દાળ, આટા, ચોખા જેવી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો રોજેરોજ ઉપયોગી લેતા ખાદ્ય ચીજવસ્તુઓમાં જીએસટી લાગુ કરતા આ તમામ લોકો મોંઘવારી વચ્ચે જીએસટી કાઉન્સલર દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં જીએસટી લાગુ કરતા આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જેથી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કારીયાણા મરચન્ટ એસોસિએશન વેપારીઓ દ્વારા જીએસટી કાઉન્સલર તેમજ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને જીએસટી દૂર કરવા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેમજ ચિમકી ઉચ્ચારી હતી કે, આ રજુઆતને ધ્યાને નહીં લેવાય તો ઓલ ઇન્ડિયા એસોસિએશન નિર્ણય સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
https://ift.tt/ZLyep4q from Uttar gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SHTtmGW
0 ટિપ્પણીઓ