ડીસાઃ બેકરીકુવા વ્હોળાના રહેણાંક મકાનમાંથી 10 તોલા સોનું ચોરાયું

ડીસા તા.૨૩

ડીસાના બેકરીકુવા વ્હોળા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી એક લાખ રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે ડીસા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ડીસાના બેકરીકુવા વ્હોળા વિસ્તારમાં પરિવાર પોતાનું મકાન બંધ કરી વતન ગયા હતા. આ બંધ મકાનનો તસ્કરોએ લાભ ઉઠાવી નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનમાંથી એક લાખ રોકડ અને દસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ચોરીની ઘટના જાણ બાજુમાં રહેતા પાડોશીને થતા તાત્કાલિક પાડોશીએ મકાન માલિકને જાણ કરી હતી. જે બાદ મકાનમાલિક ડીસા ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતા તેમના મકાનમાં ચોરી થઈ હોવાનું જણાતા તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.



https://ift.tt/EHV4eO1 from Uttar gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XjGTmkM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ