નવી દિલ્હી,તા.19 જુલાઈ 2022,મંગળવાર
મથુરા જિલ્લામાં પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર કચરાની ગાડીમાં લઈ જનારા સફાઈ કર્મચારીને મથુરા કોર્પોરેશને નોકરીમાંથી કાઢી મુકયો હતો. જોકે હવે તેને ફરી નોકરી પર લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનને સફાઈ કર્મચારીના સંગઠનોએ ચેતવણી આપી હતી કે, 72 કલાકમાં આ કર્મચારીને નોકરી પર ફરી નહીં લેવાય તો તમામ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે.
એ પછી કોર્પોરેશને તેને નોકરી પર લેવાનો આદેશ આપી દીધો છે અને સાથે સાથે કહ્યુ છે કે, સફાઈ કર્મચારીએ માફી માંગી છે અને તેની ભૂલ પર તે શરમ પણ અનુભવી રહ્યો છે. સફાઈ કર્મચારીના પરિવારની સ્થિતિને જોઈને તેને ફરી નોકરી પર લેવામાં આવી રહ્યો છે.
કોન્ટ્રાકટ પર કામ કરતા બોબી નામનો સફાઈ કર્મચારી પોતાની કચરા ગાડીમાં બીજા કચરાની સાથે સાથે મોદી અ્ને યોગીનો ફોટો પણ લઈ જતો હોય તેવો વિડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. આ વિડિયોમાં એક વ્યક્તિ કચરા ગાડી સાથે જઈ રહેલા સફાઈ કર્મચારીને અટકાવીને પૂછે છે કે, તમે કોના ફોટો કચરા ગાડીમાં લઈ જઈ રહ્યા છો...
જોકે એ પછી બોબીને કોઈએ સમજાવ્યો હતો અને તેણે તસવીરો કચરા માટેની ગાડીમાંથી કાઢી લીધી હતી પણ ત્યાં સુધીમાં કોઈએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
વધુ વાંચો : કચરો ભરવાની ગાડીમાં પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા લઈ જઈ રહેલા સફાઈ કર્મચારીની હકાલપટ્ટી
https://ift.tt/OWp54ez from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gRXo70c
0 ટિપ્પણીઓ