લખનૌ, તા. 19 જુલાઈ 2022, મંગળવાર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના લુલુ મોલને રાજકારણનો અખાડો ન બનાવવાના સ્પષ્ટ નિર્દેશ બાદ પણ રામનગરી અયોધ્યાથી જગતગુરૂ પરમહંસ દાસ લખનૌના લુલુ મોલ પહોંચી ગયા હતા. ત્યાં સુરક્ષા માટે તૈનાત પોલીસે જગતગુરૂ પરમહંસ દાસને પોતાની કસ્ટડીમાં લીધા છે.
રામનગરી અયોધ્યાના જગદગુરુ પરમહંસ જેઓ પોતાના કારનામાને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હતા તેઓ આજે લખનૌમાં હતા. આ અગાઉ પણ તેઓ આગ્રાના તાજમહેલમાં જળાભિષેકનો પ્રયત્ન કરવા ગયા હતા. ત્યાં પણ તેમણે પોલીસના હસ્તક્ષેપના કારણે ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું.
જગતગુરૂ પરમહંસ દાસ મંગળવારે લખનૌના લુલુ મોલમાં શુદ્ધિકરણ માટે પહોંચ્યા હતા પરંતુ જગતગુરૂ પરમહંસને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ દરમિયાન લખનૌ પોલીસ અને જગતગુરુ પરમહંસ વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ પોલીસ જગતગુરુ પરમહંસને પોતાની સાથે લઈ ગઈ હતી. તેઓ લુલુ મોલમાં નમાઝના સ્થળે શુદ્ધિકરણ કરવા માટે પહોંચ્યા હતા.
A short while ago at Lulu Mall, Lucknow. pic.twitter.com/1Xsa7xr4kJ
— Piyush Rai (@Benarasiyaa) July 19, 2022
તેમનું કહેવું છે કે, ત્યાં નમાઝ અદા કરવામાં આવી હતી તેથી તે સ્થળને પવિત્ર કરવાની જરૂર છે. તેના કારણે જ અમે અયોધ્યાથી અહીં આવ્યા છે. લુલુ મોલમાં શુદ્ધિકરણ માટે પહોંચેલા જગતગુરૂ પરમહંસ આચાર્યને પોલીસે તેમના ઈરાદા પ્રમાણે કામ ન કરવા દીધું. તેઓ મોલમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.
લુલુ મોલના શુદ્ધિકરણ માટે પહોંચેલા અયોધ્યાના જગતગુરૂ પરમહંસ દાસે પોલીસ કર્મચારીઓ પર પણ દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, લુલુ મોલનું નામ બદલીને ભગવા ભવન કરવું જોઈએ. મને મોલમા જવા પર રોકવામાં આવ્યો જે યોગ્ય નથી. આ મોલમાં 80% મુસ્લિમ કર્મચારી છે.
https://ift.tt/QXxIiwb from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oasYPAi
0 ટિપ્પણીઓ