- તવાયફના રોલમાં રેખાની તોલે કોઈ નહીં
- લાહોરની બદનામ ગલીઓની દાસ્તાન માટે મનિષા કોઈરાલા, સોનાક્ષી અને અદિતી રાવ હૈદરીની પણ ભૂમિકા
મુંબઈ : જાજરમાન અભિનેત્રી રેખા સંજય લીલા ભણસાળીની વેબ સિરીઝ હીરામંડી દ્વારા ઓટીટી સ્ક્રીન પર એન્ટ્રી કરે તેવી સંભાવના છે. સંજય લીલા ભણસાળી અને રેખા વચ્ચે વાટાઘાટો આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.
ભણસાળી લાહોરના બહુ ચર્ચિત વિસ્તાર હીરામંડી પર આધારિત વેબસિરીઝ બનાવી રહ્યા છે. સંભવત: છ એપિસોડની આ સિરીઝમાં આ બદનામ ગલીઓની તવાયફો તથા તેમનાં ગીતસંગીતની વાતો આવરી લેવાશે. આ સિરીઝ માટે મનિષા કોઈરાલા, સોનાક્ષી સિંહા અને અદિતી રાવ હૈદરીનાં નામ અગાઉ જ ફાઈનલ થઈ ગયાંનું કહેવાય છે.
હવે રેખા આ સિરીઝના સૂત્રધાર તરીકે દેખા દે તેવી સંભાવના છે. સંજય લીલા ભણસાળી બહુ લાંબા સમયથી રેખા સાથે કોઈ પ્રોજેક્ટ કરવા ઈચ્છતા હતા પરંતુ વર્ષો સુધી કોઈ એવી તક મળી ન હતી.
આખરે આ પ્રોજેક્ટ માટે આ લિજન્ડ કલાકાર અને ભવ્ય દૃશ્યો સર્જવાના મહારથી દિગ્દર્શક એકઠાં થઈ રહ્યાં છે.
બોલિવુડમાં તવાયફના રોલ અનેક હિરોઈનોએ ભજવ્યા છે પરંતુ તેમાં રેખાએ ઉમરાવજાન ફિલ્મમાં ભજવેલી ભૂમિકા સૌથી યાદગાર મનાય છે. આ ઉપરાંત મુકદ્દર કા સિકદરમાં પણ તેની તવાયફની ભૂમિકા આજે પણ લોકપ્રિય ગણાય છે.
https://ift.tt/iXjZYsh
0 ટિપ્પણીઓ