- સળંગ બે ફિલ્મોની નિષ્ફળતાની અસર
- આગામી ફિલ્મ રક્ષાબંધનની ડાયરેક્ટ ઓટીટી રિલીઝની અફવાના ખંડન માટે ટ્રેલર રિલીઝ કરાશે
મુંબઇ : અક્ષય કુમારની બે બિગ બજેટ ફિલ્મો બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે. તેને પગલે અક્ષય કુમારે પોતાની ફી ઘટાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અક્ષયની બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ થતાં જ તેની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે. ટ્રેડ વર્તુળોમાં ં ચર્ચા છે કે, અક્ષયે પૃથ્વીરાજ ફિલ્મની નિષ્ફળતા પછી પોતાની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના મતે, એક સમયે અક્ષય કુમારની ફિલ્મો સફળતાની ગેરન્ટી ગણાતી હતી. તેની ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થતી હતી. પરંતુ કોરોનાકાળ પછી ચીજો બદલાઇ ગઇ છે. અક્ષય મોટાભાગે પોતાની ફિલ્મોની સાથે નિર્માતા તરીકે પણ જોડાયેલો હોય છે. જો ફિલ્મ સારા વ્યવસ્યા કરે તો કમાણીમાંથી તે થોડો હિસ્સો મેળવી શકે એમ હોય છે.
બીજી તરફ સિતારાઓની ઠેકડી ઉડાડવા માટે જાણીતા કમાલ. આર. ખાને અક્ષય કુમારની ગોરખા ફિલ્મ અભેરાઈ પર ચઢી ગઈ હોવાનો દાવો કર્યો છે. અક્ષયે આ ફિલ્મની ઘોષણા જોરશોરથી કરી હતી પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી આ ફિલ્મ વિશે કોઈ અપડેટ નથી.
અક્ષયની આગામી ફિલ્મ રક્ષાબંધન ડાયરેક્ટ ઓટીટી રિલીઝ માટે જઈ રહી હોવાની પણ અફવા ચાલે છે. આ અફવાના ખંડન માટે મેકર્સ આ મહિનાના અંતે તેનું ટ્રેલર રિલીઝ કરવાના હોવાનું જાણવા મળે છે.
https://ift.tt/DmheBMa
0 ટિપ્પણીઓ