- ભાજપ, ઓવૈસી સહિત 26 પક્ષો વિરુદ્ધ સુપ્રીમમાં અરજી
- જે પણ પક્ષોના ચિન્હો અને નામો ધર્મ સાથે જોડાયેલા હોય તેને પક્ષકાર બનાવવા મુસ્લિમ લીગની અપીલ
નવી દિલ્હી : ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ નામના સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ છે. જેમાં માગણી કરવામાં આવી છે કે કોઇ પણ રાજકીય પક્ષના ચૂંટણી ચીન્હ અને પક્ષના નામ ધર્મ સાથે જોડાયેલા હોય તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. જે પક્ષો પર પ્રતિબંધની માગણી કરાઇ છે તેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે.
મુસ્લિમ લીગ વતી સુપ્રીમ કોર્ટમાં દલિલો માટે વકીલ દુશ્યંત દવે દ્વારા દલીલો કરવામાં આવી હતી. દવેએ કહ્યું હતું કે અમે આ મામલે જે પણ પક્ષોને સામેલ કર્યા છે તેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે. ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે જે એક ધાર્મિક પ્રતિક છે જે હિન્દુ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલુ છે. ભાજપ ઉપરાંત શિવસેના, શિરોમણિ અકાળી દળ, હિન્દુ સેના, હિન્દુ મહાસભા, ક્રિશ્ચિયન ડેમોક્રેટિક ફ્રંટ અને ઇસ્લામ પાર્ટી હિન્દુ જેવા ૨૬ અન્ય પક્ષોને પણ આ મામલામાં પક્ષકાર બનાવવાની માગણી કરવામાં આવી છે.
મુસ્લિમ લીગની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હિન્દુ ધર્મ મુજબ પ્રત્યેક વ્યક્તિની અંદર કમળની ભાવના છે. જે અનંત કાળ, પવિત્રતા, દેવત્વને પણ દર્શાવે છે. સાથે જ આ સિંબોલ ઓફ લાઇફ, ઉર્વરતા, નવીનીકૃત યુવાઓના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્ત્રીની સુદંરતા દર્શાવવા માટે પણ કમળના ફુલોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને મહિલાઓની આંખોને લઇને. બૌદ્ધોં માટે પણ કમળનું ફુલ માનવીની સૌથી મોટી ઉન્નત અવસ્થાનું પ્રતીક છે.
એટલુ જ નહીં ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, શિવ અને લક્ષ્મી માતા પણ હિન્દુ ધર્મના કમળના ફુલ સાથે જોડાયેલા છે. જોકે જે ૨૬ પક્ષોના ચિન્હો અને નામો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમનો પણ સમાવેશ થાય છે.
https://ift.tt/KBCFD1d from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/m6HGCEn
0 ટિપ્પણીઓ