સ્માર્ટફોન ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.| એક સારો સ્માર્ટફોન આવી રીતે ખરીદો.|કયો smartphone લવું|

 

સ્માર્ટફોન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત:-

(જાણીલ્યો કામ આવશે)



1.

તમને શાના માટે ફોને જોઈએ:-

પહેલા તો તમારે નક્કી કરવું પડે કે તમારે શાના માટે ફોન લેવો છે. એટલે કે તમારે સ્ટડિ,ફોટોગ્રાફી,ગેમિંગ કયા કારણ માટે ફોન લેવો છે. એ પેહલા નક્કી કરો.

  2.

તમારું બજેટ:-

તમે એ તો પસંદ કરી લીધું કે તમને શાના માટે ફોન જોઇએ છે. હવે તમારે તમારું બજેટ કેટલું છે. તે પ્રમાણે ફોન લેવો પડશે.જો તમારું બજેટ 10,000 હજાર નું છે તો તમને તે પ્રમાણે ફોન મળી જશે. જો તમને સમજ ના પડે તો તમે 91mobile.com પર જઈ ને બજેટ પ્રમાણે ફોન જોઈ શકો છો.  

    

 3.ફોનની સ્પેસિફિકેસન:-

તમને એ તો ખબર છે ,કે  તમારું બજેટ કેટલું છે અને તમને એ પણ ખબર પડી ગયી હસે કે તમને સાના માટે જોઈએ  છે. તો હવે ફોનની સ્પેસીફિકેસન શું છે એ જાણી લઈએ.

·        

રેમ:-

રેમ એટલે કે રીડ ઍક્સેસ મેમરી આ રેમ નું કામ છે ફાઇલ ખોલવાનું જેવી કે 3GB,4GB,6GB,8GB,12GB વગેર આ બધામાંથી તમારા બજેટ પ્રમાણે અને તમારા કામ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. તમને જો સાદા કામ માટે ફોન જોઈએ તો તમે 3GB અથવા 4GB રેમ પસંદ કરી શકો છો. જો તમને ગેમિંગ માટે જોઈએ તો પણ 3GB અને 4GB માં સારી રીતે ગેમ ચાલસે. અને રેમ વધારે હોવાથી ફોન સારો ચાલે આવું નહીં કારણ કે ફોન પ્રોસેસર ના કારણે સારો ચાલે છે.જેટલું પ્રોસેસર સારું હોય એટલો ફોન સારો ચાલે છે. વધારે રેમથી કઈ ફરક પડતો નથી.

·        

રોમ:-

- રોમ નૂ પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી આ રોમ નું કામ છે તમારી બધી ફાઇલ્સ,ફોટા,વિડીયો વગેરે ને સાચવી રાખવું, હમણાં તમને 32GB,64GB,128GB,256GB વગરે મળી જશે તમે તમારા બજેટ પ્રમાણે કોઈ પણ એક પસંદ કરી સકો છો, તમે બજેટ પ્રમાણે 64GB અથવા 128GB લઈ શકો છો.

·        

પ્રોસેસર:-

હમણાં જ આપણે પ્રોસેસર વીશે વાત કરી, પ્રોસેસર ને જો સિમ્પલ ભાષામાં સમઝવું હોય તો તમારી ગાડી(car)નું એન્જિન, ગાડીનું એન્જિન જેટલું સારું હોય તેટલી ગાડી સારી ચાલે છે. અને હમણાં ના પ્રોસેસરની વાત કરીએ તો Qualcomm snapdragon અને Mediatek આ બંને કંપની ના પ્રોસેસર સારા છે. Qualcomm ના snapdragon 665 , 730G,855+ અને Mediatek helio P70,P60,G70,G80,G85,G90,G90T,G95 વગેરે આ જે પ્રોસેસર છે. તે તમને તમારા બજેટ માં મળી જશે.   

·        

કેમેરા:-



 

 જો તમારે ફોટોગ્રાફી માટે ફોને જોયતો હોય તો તમારે સારા કેમેરા વાળા ફોન લેવા જોઈએ  તેમાં તમારે અપર્ચર કયું છે,તે જોવું જોઈએ જેવુ કે f 1.4, f 1.5, f 1.6, f 1.7, f 1.8, f 1.9, f 2.0 વગેરે આમાં થી મોટા માં મોટું અને સારા માં સારું અપર્ચર f 1.4 માનવા માં આવે છે અને નાનું અપર્ચર  f 2.0 માનવમાં આવે છે.આ અપર્ચરનો આકડો સ્માર્ટફોન માટેજ  છે, અને કેમેરા માટે અલગ થી આવે છે જેવુ કે f/22. તમારે સારામાં સારું અપર્ચર સિલેક્ટ કરવું હોય તો f 1.4, f 1.5, f 1.6, f 1.7, f 1.8 સુધી માં તમને સારા અપર્ચર તમને મળી જશે.સ્માર્ટફોન માં આવું છે કે જેટલો સેન્સરનો આકડો નાનો હશે, એટલુ જ સેન્સર સારું હશે. અને  તમારે આ સેન્સર વિશે જાણવું હોય તો તમારે flipkart અથવા amazon પર જઈને જોય શકો છો અથવા તમે google  પર પણ search કરી શકો છો, આ સેન્સર માં પણ બે કંપની ના સેન્સર આવે છે સોની અને સેમસંગ આ બંને કંપની ના સેન્સર સારા હોય છે પણ વધારે સારા સેન્સર સોની કંપની ના સેન્સર ને માનવામાં આવે છે. તો તમારી જે પસંદ હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. જો તમને સમજ ના પડે તો તમે flipkart પર જઈ ને ફોનના reviewમાં ફોનના કેમેરાના સૅમ્પલ જોઈ શકો છો, જેથી તમને આ ખબર પડશે કે તમારે કયો ફોન લેવો છે સારા ફોટા પાડવા માટે.

·        

બેટરિ:-

બેટરી તમને બજેટ ફોન માં 4000mah અને 5000mah સુધી મળી જશે. અને mah નું ફુલ ફોર્મ છે , (મિલી એમપિયર અવર)

·         ડિસ્પ્લે:- ડિસ્પ્લે ત્રણ પ્રકારની હોય છે, અમોલેડ, સુપર અમોલેડ, આઇપીએસ એલસીડી, આમાં સૌથી સારી ડિસ્પ્લે સુપર એમોલેડ છે, અને આવી ડિસ્પ્લે વાળા ફોનની કિંમત વધારે હોય છે. સુપર એમોલેડમાં તમને વિડિયો નું એક્સપિરિયન્સ સારું મળે છે તમે તમારા બજેટ પ્રમાણે આઇપીએસ અથવા એમોલેડ ડિસ્પ્લે વાળો ફોન લઈ શકો છો. જો તમને સમજ ના પડતી હોય તો તમે યૂટ્યૂબ પર જઈને આઇપીએસ અને સુપર એમોલેડઅથવા એમોલેડનું comparision વિડિયો  જોય શકો છો. તમને પૂરી માહિતી મળી જશે.

·         ડિસ્પ્લે ગ્લાસ:- ડિસ્પ્લે પર જો તમે સારો ગ્લાસ લગાવ્યો હોય તો તમારો ફોન કોઈ વાર પડી જાય તો પણ ડિસ્પ્લે ને કાઇપણ ન થાય માટે તમારે સારા માં સારો ગ્લાસ લગાવવો જોઈએ હમણાં લેટેસ્ટ ગોરીલા ગ્લાસ 5 ચાલે છે. આ ગ્લાસ તમે લગાવી શકો છો અથવા તો તમને જે પણ કંપની નો ગ્લાસ લગાવો તે ગ્લાસ નું વિડિયો જોઈલો, જેથી તમને ખબર પડી જશે  કે તમારે કયો ગ્લાસ લગાવવો જોઈએ.

·        શુચના:-

·         તમે જ્યારે ફોન લેવાના હોય ત્યારે તમારે યૂટ્યૂબ પર જઈને તે ફોનની  અનબોક્સિંગ અને તે ફોનનું રિવ્યૂ વિડિયો જોઈ લેવું, તે પરથી તમને બધીજ માહિતી મળી જશે.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ