આરઆરઆર ફિલ્મને ઓસ્કાર અપાવા માટે રાજામોલી 50 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે


- જોકે આ ફિલ્મ નોમિનેશનમાં પણ સ્થાન મેળવી શકી નથી

મુંબઇ : દિગ્દર્શક રાજામૌલીની ફિલ્મ આરઆરઆર દેશ-વિદેશમાં  હિટ થઇ છે. આ ફિલ્મ હાલ જાપાનીસ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે રાજામૌલી આ ફિલ્મને  ઓસ્કાર અપાવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કહેવાય છે કે, આ માટે દિગ્દર્શક રૂપિયા ૫૦ કરોડનો ધુમાડો કરવાનો છે. 

તુલુગુ ૩૬૦.કોમના એક રિપોર્ટના અનુસાર, ફિલ્મ દિગ્દર્શક એસએસ રાજામૌલી પોતાની ફિલ્મ આરઆરઆરને ઓસ્કાર અપાવાના પ્રયાસમાં છે. આ ફિલ્મ જોકે આસ્કારના નોમિનેશનમાં પણ સ્થાન મેળવી શકી નથી. તેમ છતાં દિગ્દર્શક પૂરા પ્રયાસમાં છે કે, આ ફિલ્મને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવે. રાજામોલી આ માટે એકડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સને પ્રભાવિત કરવાની કોશિષ કરી રહ્યો છે. ઓસ્કારમાં અમુક ફિલ્મો વોટિંગ દ્વારા  પણ પસંદ કરવામાં આવતી હોય છે. તેથી રાજામૌલીએ એક યોજના બનાવી છે. તે દુનિયાભરમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. દરેક ઇવેન્ટમાં તે પોતાની ફિલ્મને દર્શાવાના પ્રયાસ કરી રહ્યો છે. 

વાત ત્યાં સુધીની છે કે, તેણે ઘણા પ્રોફેશનલ્સ માટે પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી છે. જે લોકો ફિલ્મો માટેવોટ કરતા હોય છે. લગભગ ૧૦,૦૦૦ લોકો છે જેના માટે રાજામોલીએ અઢળક નાણાં ખરચી રહ્યો છે. રિપોર્ટના અનુસાર, રાજામોલી આ માટે રૂપિયા ૫૦ કરોડનો ધુમાડો કરવાનો છે. વોટિંગ ગુ્રપમાં ઘણા પ્રોફેશનલ ટેકનિશિયનો પણ સામેલ હોય છે જે ઓસ્કાર એવોર્ડસ માટે વોટ કરતા હોય છે. રાજામોલીની આશા છે કે, આવતા વરસે યોજાનારા ઓસ્કાર એવોર્ડમાં તેની આ મલ્ટી ્સ્ટારર ફિલ્મનો કોઇને કોઇ કેટગરીમાં સમાવેશ થાય.



https://ift.tt/DZuzpt6 from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5tZFgnC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ