સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોની ઝડપી લીધા

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં છેલ્લા અનેક મહિનાઓથી ઓનલાઇન ડ્રો કરીને યંત્ર આધારિત જુગારના અડ્ડાઓ ધમધમતા થતા હવે પોલીસ દોડતી થઇ છે. જેમાં કૃષ્ણનગર પોલીસે સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા ઓનલાઇન જુગારના અડ્ડા પર દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમવા માટે આવેલા  છ લોકોની ધરપકડ કરી છે.  કૃષ્ણનગર પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સૈજપુર ટાવરની પાછળ સૈજપુર બોઘા પ્રેમનગર સિંધી કોલોની ખાતે દુકાનમાં વિજય ચૌધરી (રહે.જુની ચાલી, આર્ય સમાજ મંદિર સામે, સૈજપુર) ઇન્ફીનીટી ઓનલાઇન ગેમ ઝોનના નામે  ઇનામી ડ્રો જેવી સ્કીમ પર જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને  તપાસ કરતા તેની દુકાનમાં જુગાર રમવા આવેલા પાંચ લોકો મળી આવ્યા હતા. જે ટીવીના સ્ક્રીન પર અલગ અલગ યંત્ર બતાવીને તેમાં ડ્રો કરીને જીતે તેને દશ રૂપિયાની સામે ૧૦૦ રૂપિયા આપતો હતો. જે અંગે તેની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



https://ift.tt/lpYrHuO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ