મુંબઈમાં સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી


હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં સપનાની નગરી મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સાવરથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

IMD એ કમોસમી વરસાદ થવાનું આપ્યું કારણ 

તો બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. 

દેશના આ 12 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી  

માત્ર મુંબઈ જ નહીં, દેશના અલગ-અલગ 12 રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



https://ift.tt/LfY2bsz from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/K2hwLmn

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ