જોગવડના એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લઈ વડોદરા જેલમાં ધકેલાયો

જામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના એક દારૂના ધંધાર્થી સામે સાત જેટલા દારૂના કેસ નોંધાયા હોવાથી તેની સામે પાસાનો શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને તેની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.

આ કાર્યવાહીની વિગતો એવી છે કે લાલપુર તાલુકાના જોગવડ ગામમાં તળાવનેશ વિસ્તારમાં રહેતા ઉદયરાજ ઉર્ફે ઉદો નાથસુરભાઈ ચારણ નામના શખ્સ સામે સાતથી વધુ દારૂના કેસ નોંધાયા છે, અને હજુ પણ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાથી જામનગરના જિલ્લા પોલીસવડા દ્વારા તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા સમહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી.

જે દરખાસ્ત મંજુર થઈને આવી જતાં એસ.પી.પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીની ટીમે આરોપી ઉદયરાજ ચારણની પાસા હેઠળ અટકાયત કરી લીધી છે, અને તેને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.



https://ift.tt/ODj6RpL

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ