મોટા સાહેબોની જેમ તમે પણ ખાનગીમાં બે પેગ દારૂ પીઓ!


બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝીએ બિહારની દારૂબંધી અંગે કટાક્ષ કરતા ગરીબોને સલાહ આપી હતી કે મોટા સાહેબોની જેમ તમે પણ ખાનગીમાં દારૂના બે પેગ લગાવો. આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો.
હિન્દુસ્તાન આવામ મોર્ચા અત્યારે બિહારની સરકારના ગઠબંધનમાં છે. મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝીના દીકરાનો નીતીશ કુમારના મંત્રાલયમાં પણ સમાવેશ થયો છે, તેમ છતાં જીતનરામ માંઝી બેબાક નિવેદનો આપીને સરકારની ટીકા કરવા માટે જાણીતા છે. એવું જ નિવેદન કરીને માંઝીએ ચર્ચા જગાવી છે.
બિહારમાં દારૂબંધી છે, પરંતુ એ નામ માત્રની છે. દારૂ છૂટથી વેચાય છે અને પીવાય છે. એ સંદર્ભમાં જીતન રામ માંઝીએ કહ્યું હતું કે દારૂના બે પેગથી શરીરને કોઈ જ નુકસાન થતું નથી. મોટા સાહેબો જે રીતે ખાનગીમાં બે પેગ મારી લે છે એ જ રીતે ગરીબોએ પણ ખાનગીમાં દારૂ પી લેવો જોઈએ. સૂતી વખતે બે પેગ દારૂ પી લેવાથી રાહત થાય છે.
જીતનરામ માંઝીએ તો ડોક્ટરો પર પણ કટાક્ષ કર્યો હતો. માંઝીએ કહ્યું હતું કે કેટલાક ડોક્ટરો હેલ્થના નામે દારૂ પીવાનું પ્રમાણપત્ર કાઢી આપે છે. તેના કારણે એવાં મોટા માણસોને દારૂ પીવાનું સરળ થઈ જાય છે. તેમણે બિહાર સરકારને આ બાબતે ખાસ જોગવાઈ કરવાની સલાહ આપી હતી અને ડોક્ટરની પરવાનગીના ચોક્કસ માપદંડો ઘડવા કહ્યું હતું. નીતીશ સરકારની નિષ્ફળતા અંગે ચાબખા મારીને માંઝીએ કહ્યું હતું કે કાગળ પર બિહારમાં દારૂબંધી છે, પરંતુ આજેય દારૃના જથ્થાની ખેપ બિહાર સુધી પહોંચે છે અને તેને કોઈ રોકતું નથી. પોલીસ તંત્રની ટીકા કરીને માંઝીએ સરકારને ઘેરતા કહ્યું હતું કે દારૂબંધીના ગુનામાં ગરીબો અને દલિતો અને આદિવાસીઓ પર જ કાર્યવાહી થઈ રહી છે.



https://ift.tt/HtML4PW from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/StfbqYk

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ