વંથલી તાલુકાના શાપુરની સીમમાં
પીટીસી ખાતેથી નીકળી ગયા બાદ ગુમ હતા , શાપુરના સીસીટીવીમાં દેખાયા બાદ ઝાડ પરથી મળ્યો મૃતદેહ
જૂનાગઢ: જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કોઈ કારણસર શાપુરની સીમમાં ચીકુના ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ મૂળ મોરબી જિલ્લાના અને હાલ જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડિયા (ઉ.વ.૪૮) ગઇકાલે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા.ત્યારબાદ ગુમ હતા. આજે તેના સહ કર્મીઓ અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા.ત્યારે શાપુરના સીસીટીવી કેમેરામાં બ્રિજેશભાઈ શાપુર બહારના રસ્તા પરથી જતા જોવા મળ્યા હતા.
શાપુરની સીમમાં શોધખોળ કરતા દેવળીયાની ગારી ખારામાં વિસ્તારમાં આવેલી એક વાડીમાં ચીકુના ઝાડ સાથે દોરી બાંધેલી હાલતમાં ગળેફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં વંથલી પીએસઆઈ એસ.એન.સોનારા સહિતનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો. મૃતદેહને પી.એમ.માં ખસેડયો હતો. બ્રિજેશભાઈએ ક્યાં કારણસર અંતિમ પગલું ભરી લીધું એ અંગે વંથલી પોલિસે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવથી પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઈ હતી.
https://ift.tt/d2OcV1Z
0 ટિપ્પણીઓ