- ચોરે ડ્રોઅરમાં રાખેલા એલ્યુમીનીયમના ડબ્બામાં મુકેલા પૈસાની ચોરી કરતા કોઈ જાણભેદુ હોવાની શક્યતા
સુરત,તા. 4 મે 2022,બુધવાર
સુરતના સલાબતપુરા સીધી શેરીમાં આવેલા જનરલ સ્ટોરમાં પ્રવેશી અજાણ્યો ચોર ગણતરીની મિનિટોમાં ડ્રોઅરમાં રાખેલા એલ્યુમીનીયમના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.24 હજાર ચોરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ પાલ સ્થિત સિદ્ધિ રેસિડન્સી ઘર નં.803 માં રહેતા 64 વર્ષીય રમેશભાઈ કાલીદાસ ગાંધી સલાબતપુરા સીધી શેરી દુકાન નં.2041 માં ભાગ્યોદય જનરલ સ્ટોરના નામે વેપાર કરે છે. ગત 30 એપ્રિલની સવારે 8.20 થી 8.45 ના અરસામાં અજાણ્યો ચોર તેમની દુકાનમાં પ્રવેશ્યો હતો અને ડ્રોઅરમાં રાખેલા એલ્યુમીનીયમના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.24 હજાર ચોરી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે રમેશભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી કોઈ જાણભેદુએ કર્યાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/P1oYBsF from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32VkPAz
0 ટિપ્પણીઓ