અમદાવાદ
વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે ચૂંટણી ઢંઢેરા જાહેર કરે છે. ત્યારે અપક્ષ ઉમેદવારો મત મેળવવા માટે સ્થાનિક પ્રશ્નોના પ્રાથમિકતાથી હલ કરવાની ખાતરી આપી રહ્યા છે. આમ, અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારો મુખ્ય રાજકીય પાર્ટીની સાથે સાથે પ્રચાર કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની સાથે અપક્ષ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગના કિસ્સામાં અપક્ષના જીતની તક ખુબ ઓછી હોય છે. પરંતુ, તેમ છંતાય, મતોના વિભાજનમાં અનેકવાર મહત્વનું પરિબળ સાબિત થતા હોય છે. ત્યારે અપક્ષ ઉમેદવારો સ્થાનિક મુદ્દાઓની સાથે સામાજીક મુદ્દાઓ પર મત માંગી રહ્યા છે. વિરમગામ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કીરીટ રાઠોડ કહે છે છેલ્લા વર્ષોથી ચૂંટાતા ધારાસભ્યોની નિષ્ક્રિયતાને કારણે આજે પણ ગટર, પાણી, રોડ રસ્તાનો પ્રશ્ન યથાવત છે. તો હાલ ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલના સહિતના નેતાઓ અંગત રાજકીય સ્વાર્થ માટે પક્ષ પલ્ટો કરીને ચૂંટણી લડી રહ્યા છે. જેથી તેમના પર વિશ્વાસ કરીને મતદારો છેતરાશે. આ મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવામાં આવી રહી છે.તો દસ્ક્રોઇ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ધ્રુવીન કાનાણીએ રત્ન કલાકારો અને એમબ્રોડરીના કારીગરો માટેના પ્રશ્નો હલ કરવાની સાથે ઘરનું ઘર મળી રહે, ઘર દીઠ એક રોજગારી અપાવવી, તેમના મત વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અંગેની બાબતો પર ધ્યાન આપવું અને રાજકીય પાર્ટીના નહી પણ પ્રજાના હિત માટે કરવાના મુદ્દાઓ જાહેર કર્યા હતા. તો તેઓ મોટી રેલી કે રોડ શો કરવાના બદલે સ્થાનિક સોસાયટીમાં મીટીગ કરીને લોક સંપર્ક કરીને મત માંગી રહ્યા છે.તો ઘોડાસરમાં રહેતા સંજયભાઇ પટેલે અમરાઇવાડીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે અમરાઇવાડી મત વિસ્તારમાં છેલ્લાં બે દાયકાથી સ્થાનિક પ્રશ્નો હલ કરવામાં નથી આવતા. નાની ચાલીમાં રહેતા લોકોને આરોગ્ય, પીવાના પાણી અને વીજળની સમસ્યા છે. સાથેસાથે શહેરનું સૌથી વધુ પાણી આ વિસ્તારમાં ભરાતુ હોવા છંતાય, ધારાસભ્યો કોઇ કામ નથી કરતા. ઉપરાંત, શિક્ષણની પણ સમસ્યા આ વિસ્તારમાં છે. જેથી ઉમેદવારી કરી છે. ચૂંટણીમાં જીત કે હાર થવી તે કરતા પણ સ્થાનિક પ્રશ્નોનો હલ ન કરતા અપક્ષમાં ફોર્મ ભરીને લડતની શરૂઆત કરી છે.
https://ift.tt/g7L36KN
0 ટિપ્પણીઓ