જૂનાગઢમાં શંકાસ્પદ પ્રવાહી પીવાથી 2 લોકોના મોત, પોલીસ અને રાજકીય નેતાઓ થયા દોડતા


જૂનાગઢમાં શંકાસ્પદ પ્રવાહી પીવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ આદરી છે. 

જૂનાગઢમાં મોડી સાંજે ગાંધી ચોક પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડ પર 2 વ્યક્તિના શંકાસ્પદ પ્રવાહી પીવાથી મોત થયા છે. સાંજના સમયે રફીક ઘોઘારી નામના એક રિક્ષાચાલકની તબિયત લથડી હતી. જેના પગલે અન્ય રિક્ષાચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેને બચાવી શકાયો ન હતો. 

ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો અગાઉ આવી ઘટના બનવાને પગલે પોલીસ સહિત રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. 

ઘટનાસ્થળેથી પોલીસને જે બોટલમાં પ્રવાહી હતું તે પણ મળ્યું હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ આદરી હતી. 

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uS46O3J https://ift.tt/LCGSky1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ