- હોવિત્ઝર તોપ 40 કિ.મી સુધી હુમલો કરવા સક્ષમ
- ભારત પાસે અમેરિકી બનાવટની 4200 કિલો વજનની 110 હોવિત્ઝર તોપો કાર્યરત, વધુ 145 ખરીદાશે
નવી દિલ્હી : અમેરિકન બનાવટની એમ૭૭૭ હોવિત્ઝર તોપો ભારતની સંરક્ષણ કંપનીએ એસેમ્બલ કરી છે. ભારત પાસે આવી ૧૧૦ તોપો તૈયાર થઈ છે. તેની તૈનાતી હવે ભારતે ચીન-પાકિસ્તાનની સરહદે કરી છે. ૪૦ કિલોમીટર સુધી હુમલો કરવા આ તોપ સક્ષમ છે.
અમેરિકન કંપનીએ બનાવેલી એમ૭૭૭ અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપો ભારતમાં એસેમ્બલ થઈ છે. ૧૧૦ તોપો ભારતે અમેરિકા પાસેથી મેળવી છે અને હજુ ૧૪૫ આવી આધુનિક તોપો ખરીદવાનો અમેરિકન કંપની સાથે કરાર થયો છે. આ તોપો ભારતીય સૈન્યએ ચીન-પાકિસ્તાનની સરહદે તૈનાત કરી છે. અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદે હિમાલયન રેન્જમાં આ તોપોની તૈનાતી કરવામાં આવી છે. કેટલાક વ્યૂહાત્મક સ્થળોએ આ તોપો ચિનૂક હેલિકોપ્ટરની મદદથી તૈનાત કરવામાં આવી છે. તે સિવાય લદાખ સરહદે પણ આ તોપો તૈનાત થઈ રહી છે. પાકિસ્તાન તરફની ફોરવર્ડ પોસ્ટમાં હોવિત્ઝરને ગોઠવવામાં આવી છે. ભારતની સરહદે આ તોપોની તૈનાતીથી ભારતીય સૈન્યની ફાયર ક્ષમતા વધી છે.
૪૦ કિલોમીટર સુધી હુમલો કરી શકતી આ તોપનું વજન ૪૨૦૦ કિલોગ્રામ છે અને લંબાઈ ૩૫ ફૂટ છે. એમાંથી છ પ્રકારના ગોલાબારી થઈ શકે છે. એક મિનિટમાં એમાંથી સાત વખત ફાયરિંગ થઈ શકે છે. અમેરિકા-ભારત સહિત દુનિયાના લગભગ અડધો ડઝન દેશો આ શક્તિશાળી તોપો ધરાવે છે. અમેરિકાએ સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાકમાં આ પ્રકારની તોપોનો ઉપયોગ કર્યો હતો.
https://ift.tt/qykCjUE from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/baAG8CD
0 ટિપ્પણીઓ