માતા-પિતાથી અલગ થવા પતિને દબાણ કરતી પત્નીને પડ્યું ભારે : હાઈકોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

કોલકાતા, તા.10 એપ્રિલ-2023, સોમવાર

કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ તલાકને લઈને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મહિલાની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, જો પત્ની યોગ્ય કારણ વગર પતિને માતા-પિતાથી અલગ રહેવા માટે દબાણ કરે, તો આવી સ્થિતિમાં પતિ માનસિક ક્રૂરતાના આધારે તલાક લેવા માટે અરજી દાખલ કરી શકે છે.

મળતા અહેવાલો મુજબ, આ કેસ એક મહિલાની અરજી સાથે જોડાયેલો હતો. અરજદાર મહિલા તેના પતિને તેના માતા-પિતાથી અલગ રહેવા માટે દબાણ કરતી હતી તેમજ તે માટે પ્રયાસો કરતી હતી કે, બંને પતિ-પત્ની બીજે રહેવા લાગ્યા... આ બાબતથી કંટાળેલા પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેને ફેમિલી કોર્ટે સ્વીકારી લીધી અને મહિલાને તેના પતિને તલાક આપવા જણાવ્યું... ફેમિલી કોર્ટના આ આદેશને મહિલાએ કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના પર જસ્ટિસ સૌમન સેન અને જસ્ટિસ ઉદય કુમારની કલકત્તા હાઈકોર્ટની ખંડપીઠે 31 માર્ચે પોતાનો ચુકાદો આપતાં અરજીને ફગાવી દીધી હતી.

કોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું કે, અરજદારનો પતિ પોતાના માતા-પિતા સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ અને નીતિશાસ્ત્રમાં માતા-પિતાનું પાલન-પોષણ કરવાની પુત્રની પવિત્ર જવાબદારી હોય છે. આવી સ્થિતિમાં જો પત્ની પતિ પર તેના માતા-પિતાથી અલગ રહેવાનું દબાણ કરે તો પતિ માનસિક ક્રૂરતાના આધારે કોર્ટમાં જઈને પત્નીને તલાક આપી શકે છે.

ફેમિલી કોર્ટે 2009માં આપી હતી મંજૂરી

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરની એક ફેમિલી કોર્ટે 2009માં પત્નીને તલાક આપવાની પતિને મંજૂરી આપી હતી. પતિએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની તેને પરેશાન કરતી હતી. ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની જાહેરમાં તેનું અપમાન કરે છે અને તેને કાયર, નાલાયક અને બેરોજગાર કહે છે.



https://ift.tt/VSyPYqt from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uoZD48U

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ