બેંગાલુરુ, તા.09 એપ્રિલ-2023, રવિવાર
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી-2023ને લઈ આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ ઉપરાંત સીઈસીના ઘણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
90 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ અપાશે
કર્ણાટક ચૂંટણીને લઈ યોજાયેલી ભાજપની બેઠકમાં 90 જેટલા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારપુરા વિધાનસભા બેઠક પરથી અને સીટી રવિ ચિકમંગલૂરથી ચૂંટણી લડશે. ઉપરાંત ભાજપ આવતીકાલે ઉમેદવારોની યાદી પણ જાહેર કરવા જઈ રહી છે. આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે કે, ભાજપ મોટા ભાગના વર્તમાન ધારાસભ્યોને ફરી એકવાર ટિકિટ આપવા જઈ રહી છે. સૂત્રો અનુસાર બેઠકમાં કર્ણાટકની તમામ બેઠકો અંગે ચર્ચા થઈ હતી. CECનો અંતિમ નિર્ણય લેતા પહેલા ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓએ સંભવિત નામોની યાદી અંગે બેઠક યોજી છે. આવી સ્થિતિમાં ભાજપનો પ્રયાસ કર્ણાટકમાં ફરી એકવાર સત્તા મેળવવાનો રહેશે.
ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @narendramodi ಅವರು ಹಾಗೂ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇಂದು ನವದೆಹಲಿಯ @BJP4India ಕೇಂದ್ರ ಕಚೇರಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಕೇಂದ್ರೀಯ ಚುನಾವಣಾ ಸಮಿತಿ ಸಭೆ.#BJPYeBharavase pic.twitter.com/Cqgiye7h45
— Basavaraj S Bommai (@BSBommai) April 9, 2023
જનતા દળે 93 ઉમેદવારોની યાદી જાહેર કરી
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસની બીજી અને અંતિમ યાદીની રાહ જોવાઈ રહી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 224 બેઠકોમાંથી 166 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉપરાંત જનતા દળે 93 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ
કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.
કર્ણાટકમાં વિધાનસભાની કુલ 224 બેઠકો
કર્ણાટકમાં વિધાનસભાની કુલ 224 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 119 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 75 અને જેડીએસ પાસે 28 ધારાસભ્યો છે અને બે બેઠકો ખાલી પડી છે. કર્ણાટકમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 2018માં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. કોંગ્રેસ અને JDSએ મળીને સરકાર બનાવી હતી. જેડીએસ નેતા કુમારસ્વામી ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ લગભગ 14 મહિના પછી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા જેના કારણે કુમારસ્વામી સરકાર પડી ગઈ હતી. આ પછી ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. જોકે યેદિયુરપ્પાએ બે વર્ષ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બસવરાજ બોમાઈ રાજ્યના સીએમ બન્યા હતા.
વિધાનસભાની ચાર બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે
ચૂંટણી માટેનું નોટિફિકેશન 13મી એપ્રીલે બહાર પાડવામાં આવશે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 20મી એપ્રીલ રહેશે. 21મીએ ઉમેદવારીપત્રોની છટણી કરાશે અને તેને પરત લેવાની અંતિમ તારીખ 24મી એપ્રીલ નક્કી કરવામાં આવી છે. આ વખતે મતદાનનો દિવસ બુધવાર નક્કી કરવામાં આવ્યો છે કે જેથી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરી શકાય. આ સાથે જ લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો પર પણ કર્ણાટકની સાથે જ પેટા ચૂંટણી યોજાશે.
https://ift.tt/DMhQpfL from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IehDpo4
0 ટિપ્પણીઓ