જાણો, ૧ કારમાં ૬ એરબેગનો અમલ કેમ પાછો લેવાયો ? સાયરસ મિસ્ત્રીના મુત્યુ પછી એરબેગ ચર્ચાનો ટોપિક હતો



નવી દિલ્હી,૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨,ગુરુવાર 

ટાટાના પૂર્વ ચેરમેન અને ઉધોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મુત્યુ થયા પછી કારમાં એરબેગનો મુદ્વો સતત ચર્ચાતો રહયો છે.અમદાવાદ-મુંબઇ હાઇવે પર તેઓ મર્સિડિઝ કારમાં પાછલી સીટમાં બેઠા હતા ત્યારે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો એવું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું. સામાન્ય રીતે કારમાં સીટ બેલ્ટની વાત નિકળે ત્યારે ડ્રાઇવર અને આગલી સીટમાં બેઠલી વ્યકિત પુરતું જ મર્યાદિત બની જાય છે. 

અકસ્માતમાં થતા શારીરિક નુકસાનથી બચવા માટે કારમાં બેઠલા તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરેલો હોવો જોઇએ એવું નિષ્ણાતોનું માનવું છે. કેટલાક સમય પહેલા ભારતના પરીવહન મંત્રાલયે કારમાં ૬ એરબેગની યોજનાને લાગુ પાડવાની જાહેરાત કરી હતી. તે મુજબ ૧ ઓકટોબર ૨૦૨૨થી ૮ સીટવાળા વાહનોમાં કમસેકમ ૬ એરબેગ ફરજીયાત કરવામાં આવનારી હતી. મુસાફરોની સલામતી માટે આ જરુરી પણ હતું. સરકારે કાર કંપનીઓને ૬ એરબેગ વિના નવી કાર લોંચ નહી કરવા જણાવ્યું હતું. 

જો કે સરકારે આ નિર્ણય પાછો ઠેલીને તેની અમલ અવધી ૧ ઓકટોબર ૨૦૨૩ કરવાનો નિર્ણય લીધો છે. વાહન ઉત્પાદક કંપનીઓ માટે આટલા ટુંકા સમયમાં પાલન કરવું શકય ન હતું. કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ એક ટ્વીટમાં કહયું હતું કે વાહન ઉધોગ સમક્ષ વૈશ્વિક આપૂર્તિ અને કેટલાક અવરોધ આવી રહયા હોવાથી વ્યાપક આર્થિક દ્વષ્ટીકોણને જોતા કારમાં ઓછામાં ઓછી ૬ એરબગ રાખવાના પ્રસ્તાવને ઓકટોબર ૨૦૨૩મા લાગુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.




https://ift.tt/O2Jpy1F from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cXqANEg

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ