વચનના પાકા છીએ, સત્તાનો નહીં સેવાનો ધ્યેય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી


- ભાવનગરમાં 6500 અને સુરતમાં 3472 કરોડનાં વિકાસ કામોની ભેટ

- ભાવનગરમાં રૂ. 4024 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વના સૌપ્રથમ ભશય્ ટર્મિનલ તેમજ સુરતમાં હીરા ઉદ્યોગને લગતા ડ્રીમ સિટી 500 ઇ.વિ.ચાર્જિંગ સ્ટેશન સહિતના કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન

સુરત, ભાવનગર : અમે વચનના પાકા છીએ, સત્તાનો નહીં સેવા અમારો ધ્યેય છે એમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રૂ. ૬૫૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં જણાવ્યું હતું. મોદીએ જ્યાંથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી સુરતમાં રૂ. ૩૪૭૨ કરોડનાં વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. અહીં તેમણે સુરતને સેતુન શહેર ગણાવીને કહ્યું કે સુરતે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલમાં ચોથો 'પી' (પીપલ્સ) ઉમેરીને એક નવુ મોડલ દેશ સમક્ષ રજૂ કર્યું છે.

ભાવનગર અને સુરતમાં વિકાસ કાર્યોના ખાતમૂહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે રોડ શો યોજ્યા હતા જેમાં હજારો લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ પછી મોડી સાંજે ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાને ૩૬મી નેશનલ ગેમ્સનું રંગારંગ કાર્યક્રમ સાથે વિધિવત ઉદ્ધાટન કર્યું હતું અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રૂ. ૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્યો છું. આજનો આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનાં લોકાપર્ણ અને શિલાન્યાસ થઇ રહ્યા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડુતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે. ગત બે અઢી દાયકામાં જે ગૂંજ વડોદરા, સુરત અને અમદાવાદની રહી છે તેવી ગૂંજ હવે ભાવનગર, રાજકોટ અને જામનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધિ  અંગેનો મારો આ વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે, અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન એમ ત્રણેય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ છે. આજનો કાર્યક્રમ આ જ દિશામાં ડબલ એન્જિન સરકારના પ્રયાસનો જીવતો જાગતો પુરાવો છે.

ભાવનગર એ દરિયાકાંઠો ધરાવતો જિલ્લો છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. પરંતુ આઝાદી બાદ દાયકાઓ સુધી દરિયાકાંઠાના વિકાસ પર ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ સમુદ્રકિનારો લોકો માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો. સમુદ્રનું ખારું પાણી આ વિસ્તાર માટે અભિશાપ બની ગયુ હતું અને દરિયાકાંઠે વસેલા ગ્રામ્ય વિસ્તાર ખાલી થઇ ગયા હતા અને લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું અને તેમને તેમના ગુજરાન માટે વિકટ સ્થિતિનો સામનો કરવો પડતો હતો. છેલ્લા બે દાયકામાં સરકારે રોજગારના અનેક અવસર ઉભા કર્યા છે ગુજરાતમાં અનેક બંદરોને વિકસિત કરવામાં આવ્યા છે અને બંદરોનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યુ છે.

ગુજરાત અને દેશની ઉર્જાની જરુરિયાતો માટે આ વિસ્તાર મોટું હબ બન્યો છે. સૌર ઉર્જાના અનેક પ્રોજેક્ટ પણ આ વિસ્તારમાં આકાર પામ્યા છે પાલિતાણામાં લોકાપત થનારા સોલાર પાવર પ્રોજેકટના કારણે આ વિસ્તારના અનેક લોકોને સસ્તી અને પૂરતી વીજળી મળશે. ધોલેરામાં રીન્યુએબલ એનર્જી, સેઝ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જે રોકાણ આવી રહ્યું છે તે ભાવનગર માટે પણ લાભદાયક પુરવાર થશે અને અમદાવાદ-ધોલેરા-ભાવનગર ક્ષેત્ર, વિકાસની નવી ઊંચાઈઓ પામશે. 

દરમિયાનમાં વડાપ્રધાન મોદીએ સુરતમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતમાં તમામ પ્રદેશન લોકો વસે છે અને એક્તાના દર્શન કરાવે છે એટલે શહેર મિની હિન્દુસ્તાનની પ્રતિતિ કરાવે છે. દુનિયાના સૌથી વિકસીત શહેરોમાં સુરતનુ નામ સર્વોપરી છે તેના માટે સુરતના  નાગરિકોની નિરંતર મહેનત અભિનંદનને પાત્ર છે. બે દાયકા પહેલા એક મોડલ પીપીપી અટલે કે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ આવ્યું હતું. તેમાં સુરતે પીપલ્સનો ચોથો 'પી' અપનાવી વિકાસનું નવું મોડલ દેશ સમક્ષ રજૂ દરેક ક્ષેત્રમાં કોઇ પણ શહેરનું બ્રાન્ડીંગ કેવી રીતે થાય તે કરી બતાવ્યું છે.

વડાપ્રધાને ભૂતકાળ વાગોળતા કહ્યું કે, સુરતમાં જ્યારે પૂર, પ્લેગ જેવી મહામારી આવતી હતી ત્યારે અનેક દુષ્પ્રચાર આવતો હતો. પણ આજે સુરત દેશના સ્વચ્છ શહેરોમાં બીજા ક્રમે પહોંચ્યું છે.

સુરત શહેર બ્રિજ સિટી, ક્લીન સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી બાદ હવે ગ્રીન સિટી બનવા જઈ રહ્યું છે. બાયોડાયવર્સિટી પાર્કની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં માત્ર સુરત શહેરમાં જ ૫૦૦ જેટલા નવા ચાર્જીંગ સ્ટેશન બનતા શહેર અન્ય શહેરો માટે પ્રેરણાોત સાબિત થશે. 

સુરત એરપોર્ટ ડેવલપમેન્ટ સંદર્ભે વડાપ્રધાને કહ્યું કે, સુરત ગુજરાતની આથક રાજધાની છે પરંતુ સુરત શહેરને એરપોર્ટ માટે અનેક મુશ્કેલી વેઠવી પડી હતી. એક તબક્કે દિલ્હી સરકાર દ્વારા સુરત શહેરના સમાર્થ્ય નજર અંદાજ કરવામાં આવતું હતું. હવે સ્થિતિ બદલાઈ ચુકી છે અને આજે સુરત એરપોર્ટ ધમધમતું થઈ ચૂક્યું છે. 

આ રીતે જ આગામી સમયમાં અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં મેટ્રો ટ્રેન પણ વિકાસના મોરપિચ્છનો વધુ એક ભાગ બનશે. ડબલ એન્જિન સરકારને પગલે સુરતની સાથે સાથે ગુજરાતના કોઈપણ શહેરની વિકાસ યોજના માટે સંર્ઘષ ના દિવસો ભૂતકાળ  બની ગયાં છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/H6Ih8YJ https://ift.tt/7zUrBAI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ