અમદાવાદ,તા.14 જુન 2022,મંગળવાર
કોરોના મહામારીમાં અર્થતંત્રને બચાવવા માટે શરૂ કરવામાં આવેલ અલ્ટ્ર લુઝ મોનિટરી પોલિસી એટલેકે સસ્તા વ્યાજદરની નીતિ હવે ભારત સહિત વિશ્વને પરેશાન કરી રહી છે. અમેરિકામાં આ સપ્તાહે આવેલ આંકડા અનુસાર મોંઘવારીનો દર 40 વર્ષની નવી ટોચે પહોંચ્યા બાદ ભારતમાં પણ આજે આવેલ જથ્થાબંધ મોંઘાવરીના આંકડાએ સામાન્ય જનતાને રડાવ્યા છે અને સરકાર તથા આરબીઆઈની ચિંતામાં વધારો કર્યો છે.
દેશમાં મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો નવી ટોચે પહોંચ્યો છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ મે મહિનામાં 15.88%ના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલ, 2022માં WPI ઈન્ડેકસ 15.08% હતો અને મે, 2021માં 13.11% હતો.
ચોંકાવનારી વાત એ છે કે સતત બે મહિના આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરીને રેપોરેટ 0.90%નો વધારો કરવા છતા જથ્થાબંધ ભાવાંક સતત 14મા મહિને ડબલ ડિજિટમાં એટલેકે 10%ની ઉપર રહ્યું છે.
કોરોના મહામારીમાં અર્થતંત્રને બચાવવા માટે શરૂ કરવામાં આવેલ અલ્ટ્ર લુઝ મોનિટરી પોલિસી એટલેકે સસ્તા વ્યાજદરની નીતિ હવે ભારત સહિત વિશ્વને પરેશાન કરી રહી છે. અમેરિકામાં આ સપ્તાહે આવેલ આંકડા અનુસાર મોંઘવારીનો દર 40 વર્ષની નવી ટોચે પહોંચ્યા બાદ ભારતમાં પણ આજે આવેલ જથ્થાબંધ મોંઘાવરીના આંકડાએ સામાન્ય જનતાને રડાવ્યા છે અને સરકાર તથા આરબીઆઈની ચિંતામાં વધારો કર્યો છે.
દેશમાં મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો નવી ટોચે પહોંચ્યો છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ મે મહિનામાં 15.88%ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે,જે 2012 બાદનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. એપ્રિલ, 2022માં WPI ઈન્ડેકસ 15.08% હતો અને મે, 2021માં 13.11% હતો.. કોર ઈન્ફલેશન રેટ 10.50% રહ્યો છે.
માસિક દ્રષ્ટિએ ખાદ્ય મોંઘવારી દર 8.88%થી વધીને 10.89% થઈ છે. શાકભાજીનો મોંઘવારી દર 23%ની સામે 56.36%એ પહોંચ્યો છે. અનાજ એટલેકે પલ્સ ઈન્ફલેશન -3.69%ની સામે -0.34% થયો છે. બટાટાનો મોંઘવારી દર 19%ની સામે 24% થયો છે.
WPI ફ્યુઅલ અને પાવર ઈન્ડેકસ 40.62%એ પહોંચ્યો છે. મિનરલ ઈન્ફલેશન 33.94% મે મહિનામાં જોવા મળ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે સતત બે મહિના આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરીને રેપોરેટ 0.90%નો વધારો કરવા છતા જથ્થાબંધ ભાવાંક સતત 14મા મહિને ડબલ ડિજિટમાં એટલેકે 10%ની ઉપર રહ્યું છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hcOD5Y7 https://ift.tt/Zmu35Q4
0 ટિપ્પણીઓ