જયપુર,28 સપ્ટેમ્બર,2022,બુધવાર
૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગોળીઓનો વરસાદ છતાં જેસલમેરથી ૧૨૦ કીમી દૂર આવેલા તનોટ મંદિરને કશું જ નુકસાન થયું ન હતું. આવી જ એક બીજી ચમત્કારીક ઘટના લોકો ભારત પાક વચ્ચે ૧૯૭૧માં થયેલા યુધ્ધની યાદ કરે છે. આ ઘટના તનોટથી ૫ કિમી દૂર આવેલા માતા ઘંટીયાલીના મંદિરમાં બની હતી.
લોક વાયકા મુજબ પાકિસ્તાની સૈનિકોએ મંદિરમાં પ્રવેશ કરીને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અંદરો અંદર એક બીજા પર ગોળીઓ ચલાવીને જ મુત્યુ પામ્યા હતા.આ ઉપરાંત કેટલાક પાકિસ્તાની સૈનિકોને આંખે દેખાતું બંધ થઇ જતા તેમને પકડી લેવામાં આવ્યા હતા.આમ તનોટની જેમ ઘંટીયાલી મંદિર પણ આ રીતે ચમત્કારિક છે. નવરાત્રિ દરમિયાન તનોટની જેમ ઘંટીયાલીમાં પણ લોકો દર્શન માટે આવે છે.
ઘંટીયાલી મંદિરનું રક્ષણ તથા સેવાપૂજા સરહદી સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો કરે છે. બી એસ એફ સિપાહી સુનિલકુમાર અવસ્થી મંદિરના પૂજારી પણ છે. લોક વાયકા મુજબ માતા ઘંટીયાલી મંદિર ૧૨૦૦ વર્ષ જુનું છે.ભકતો ઘંટીયાલીને તનોટ મંદિરના માતાજીની જ નાની બહેન સમજે છે.પાકિસ્તાની સૈનિકો મંદિરને નુકસાન પહોંચાડી રહયા હતા ત્યારે એવો અચાનક જ અંદરો અંદર લડી મર્યા હતા.
ત્યાર બાદ દૂર મોરચો સંભાળી રહેલા ભારતીય જવાનોએ આવીને તેમની લાશો બહાર કાઢી હતી.લોકો એવું પણ માને છે ઘંટીયાલી માતાજીની મુર્તિ પરના ઘરેણા ઉતારવાનો પાકિસ્તાની સૈનિકોએ પ્રયાસ કર્યો હતો આથી જ માતાજી કોપાયમાન થતા સૈનિકો આંધળા બની ગયા હતા.
https://ift.tt/bOjgxiu from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vCYrAWl
0 ટિપ્પણીઓ