આયુષ્યમાન કાર્ડ વિશે
જરૂરી પુરાવા
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળનો લેટર
- રેશન કાર્ડ(નવો બારકોડેડ)
- આધાર કાર્ડ
ઉપરોક્ત
પુરાવા લઈ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચુકવી
કાર્ડ બનાવી શકો છો.
ખાસનોંધ
· દરેક
લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા
કવચ.
· વર્ષ
2011 માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં
જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
· આમ,
લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ ના હોય તો નવા પરિવારોના નામ ઉમેરવાનું
હાલ કોઈ પ્રાવધાન નથી.
· પરંતુ,
જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને 4 લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા
હોવ તો આપ માં અમૃત/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.
· પ્રધાનમંત્રી
જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC
સેન્ટર અથવા નીચે આપેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://mera.pmjay.gov.in/search/login
0 ટિપ્પણીઓ