રામોલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી દેશી દારૂ જપ્ત કર્યો

અમદાવાદ

બુધવારે રાતના સમયે રામોલ પોલીસે બાતમીને આધારે એક શંકાસ્પદ કારનો પીછો કરતા કારચાલક  પુરઝડપે હંકારીને કારને ખુલ્લા જગ્યામાં મુકીને નાસી ગયો હતો. તપાસ કરતા પોલીસને કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. રામોલ પોલીસનો સ્ટાફ બુધવારે રાતના સમયે પેટ્રોલીંગમાં હતો ્ત્યારે બાતમી મળી હતી કે વસ્ત્રાલ પાસેના ગત્રાલ પાસેથી ચોક્કસ નંબરની કારમાંથી દારૂનો મોટો જથ્થો લઇને એક વ્યક્તિ પસાર થવાનો છે. જેથી પોલીસે રસ્તા પર વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારના ચાલકને કાર થોભાવવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ, કારચાલકે કારનો પુરઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસની અલગ અલગ ગાડીઓ લાંબા અંતર સુધી પીછો કર્યો હતો. જેમાં કારચાલક કારને વસ્ત્રાલમાં આવેલી શ્રીરામ સોસાયટી પાસને ગ્રાઉન્ડમાં કારને મુકીને નાસી ગયો હતો. તપાસ કરતા કારમાંથી ૧૪૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નાસી ગયેલો કારચાલક અલગ સ્થળો દેશી દારૂની ડીેલેવરી કરવા માટે આવ્યો હતો. જે અંગે પોલીસે કાર નંબરને આધારે તપાસ શરૂ કરી છે.

 



https://ift.tt/ksXQzqf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ