- ચીની કનેક્શન ધરાવતા ક્રિપ્ટો એક્સચેન્જો પર ગાળિયો કસાશે
- પાછલા સપ્તાહે વઝિરએક્સ પર તવાઇ બોલાવ્યા બાદ ઇડી હવે આગામી સપ્તાહે અન્ય ક્રિપ્ટો એક્સચેન્જોના અધિકારીઓની પૂછપરછ માટે બોલાવશે
મુંબઇ : ચીન સાથે કનેક્શન ધરાવતા ૧૦ ક્રિપ્ટો એક્સેચન્જો મની લોન્ડરિંગની આશંકાએ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રડારમાં છે. આ ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડથી પણ વધારે નાણાંકીય હેરાફેરી કરાઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, હાલ ઇડી ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
તપાસ એજન્સીને એવી આશંકા છે. ચીન સાથે કનેક્શન ધરાવતા આ ક્રિપ્ટો એક્સચેન્જોએ ડિજિટલ કરન્સી એસેટ્સ ખરીદી અને ટ્રાન્સફર કરીને મૂળભૂત રીતે ચીનમાં ઓફિસ ધરાવતી ઓનલાઇન લોન એપ કંપનીઓને મદદ કરી છે.
એક અહેવાલ મુજબ, તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ચીનની ઓનલાઇન લોન કંપનીઓએ રૂ. ૧૦૦ કરોડથી વધારે ક્રિપ્ટો કોઇન ખરીદવા માટે એક્સચેન્જોનો સંપર્ક કર્યો અને આ ક્રિપ્ટો કોઇન ઇન્ટરનેશનલ વોલેટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા..
સુત્રોના જણાવ્યા અનુસાર, ક્રિપ્ટો એક્સચેન્જોએ આ ટ્રાન્સફર અંગે નિયમાનુસાર કામગીરી નથી અને તેઓ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ (એસટીઆર) એટલે કે શંકાસ્પદ લેવડદેવડનો અહેવાલ પણ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી આવા ક્રિપ્ટો એક્સચેન્જોના અધિકારીઓની આગામી સપ્તાહે પૂછપરછ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ક્રિપ્ટો એક્સચેન્જ વઝિરએક્સના માલિક ઝેનમાઇ લેબ પ્રાઇવેટ લિમિટેડ અધિકારીઓ પર દરોડા પાડીને રૂ. ૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ક્રિપ્ટો એક્સચેન્જ પર ફેમા એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fSFlO57 https://ift.tt/Vmz9hnf
0 ટિપ્પણીઓ