ભોપાલ, તા. 24. જુલાઈ. 2022 રવિવાર
વિવાદીત ટિપ્પણી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનુ સમર્થન કરવા બદલ વધુ એક વ્યક્તિ પર હુમલો કરાયો છે.
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બનેલી ઘટનામાં મુકેશ તિવારી નામના વ્યક્તિએ કહ્યુ હતુ કે, હું રોજની જેમ શનિવારે ઓફિસ જવા માટે મારા ગામથી નિકળ્યો હતો ત્યારે મારા મિત્રના ભાઈ મહોમ્મદ સુલેમાને મને જરુરી વાત કરવાની છે તેમ કહીને બોલાવ્યો હતો તથા દંડા વડે મને મારવા માંડ્યો હતો.
હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુકેશે કહ્યુ હતુ કે, મેં સોશિયલ મીડિયા પર નુપુર શર્માનુ સમર્થન કર્યુ હતુ અને તેના કારણે સુલેમાને મારા પર હુમલો કર્યો છે.
મુકેશના ભાઈનુ કહેવુ છે કે, મારો ભાઈ આરએસએસ કાર્યકર છે અને ધર્મને લગતી પોસ્ટ અવાર નવાર સોશિયલ મીડિયામાં મુકે છે તેમજ નુપુર શર્માનુ તેણે સમર્થ ન પણ કર્યુ હોવાથી તેના પર હુમલો કરવાની સાથે સાથે તેની બેગ, પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધો છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KP2pN5k https://ift.tt/S14dh7w
0 ટિપ્પણીઓ