જામનગરની વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટી મુદ્દે લગાવાયેલા સીલ આખરે આજે ખુલ્યા

જામનગર,તા.22 જુલાઈ 2022,શુક્રવાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના મુદ્દે શહેરની તમામ સરકારી અર્ધ સરકારી ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસણી કરવામાં આવી હતી. જેમાં જામનગરની વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી અદાલતના આદેશ અનુસાર વિભાજીત સ્કૂલને સીલ કરવામાં આવી હતી. દરમ્યાન શાળાના સંચાલકો દ્વારા તાજેતરમાં જ ફાયર સિસ્ટમ કમ્પલીટ કરાવી લીધી હતી. આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તેની ચકાસણી કરવામાં આવી હતી, અને ફાયરનું એનઓસી સુપ્રત કરી દેવામાં આવી છે, અને આજે ફાયર બ્રિગેડ દ્વારા લગાવવામાં આવેલા સીલ ખોલી દેવાયા છે.



https://ift.tt/wAMIv3d

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ