ડીસાઃ લોનની ચુકવણી નહી કરનાર શખસને સજા અને રૂપિયા આપવા કોર્ટનો હૂકમ

ડીસા તા.૨૩

ડીસાના રાજપુર ખાતે આવેલ ધી બેતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી આજથી ચાર વર્ષ અગાઉ લોન લેનારે ચેક આપેલ પરંતુ ચેક રીટર્ન થતા મંડળીએ કોર્ટમાં ફરિયાદ કરતા આજે આરોપીને છ માસની સજા સાથે વ્યાજ સાથે રકમ ભરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ ડીસાની બેતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી બીડી કામદાર સોસાયટીમાં રહેતા શેખ રફીકભાઈ મોહમદસફીએ ધિરાણ મેળવેલ. જે ધિરાણ સમયસર ન ભરતા મંડળીના અધિકારીએ ઉઘરાણી કરતા શેખ રફીકભાઈએ રૂા.૫,૦૨,૨૪૫નો ચેક લખી આપેલ.

જે ચેક મંડળીના ખાતા જમા સારું મોકલાવતા ચૂકવવા પાત્ર ભંડોળ ન હોઈ ચેક રીટર્ન થતા ફરિયાદી મંડળીએ ડીસાની મેહ.એડી.ચીફ જ્યૂડી.મેજી.ની કોર્ટમાં કેસ ચાલી જતા ધી નેગોસીએબલ ઇન્સ્ટમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરતા. જેમાં નામ.કોર્ટે આરોપી શેખ રફીકભાઈ મોહમદસફીને છ માસની સજા તેમજ રૂા.૫,૦૨,૨૪૫ રૂપિયા ચૂકવવાનો હુકમ કરતા લોન લેનાર ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કામે મંડળી તરફથી વકીલ એચ.જે. સુમરા હાજર રહ્યા હતા.



https://ift.tt/4ZmoVAz from Uttar gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4hwO7Gk

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ