વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નેક , એનઆઈઆરએફ સહિતના વિવિધ રેન્કિંગ માટે ડેટા અને જરુરી જાણકારી એકત્ર કરીને તેને સબંધિત એજન્સીને મોકલવાની મહત્વની જવાબદારી અદા કરતા આઈક્યૂએસી( ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ)ની કોર કમિટિની રચના આખરે કરી દેવામાં આવી છે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે બનાવાયેલી કોર કમિટિમાં યુનિવર્સિટીના એવા અધ્યાપકોને વધારે પ્રાધાન્ય અપાયુ છે જે રિસર્ચના ક્ષેત્રમાં વધારે સક્રિય છે.
સેલના ડાયરેકટર તરીકે તો સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીનની પહેલા જ નિમણૂંક થઈ ચુકી છે.વાઈસ ચાન્સેલર કોર કમિટિના ચેરપર્સન છે.આ ઉપરાંત બીજા ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.જેમાં ત્રણ સભ્યો વિદ્યાર્થીઓ , પૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજનુ પ્રતિનિધિત્વ કરનારા છે.બીજા ત્રણ સભ્યોની ઉદ્યોગો, કર્મચારીઓ અને સેનેટ અને સિન્ડિકેટ સભ્યોના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.કમિટિમાં ત્રણ ડીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સીવાયના બાકી સભ્યોમાં વિવિધ ફેકલ્ટીમાં રિસર્ચ ક્ષેત્રે સારી કામગીરી કરી રહેલા અધ્યાપકોનો કોર કમિટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિવિધ રેન્કિંગમાં રિસર્ચને અપાતા મહત્વને જોતા કોર કમિટિમાં રિસર્ચ સાથે સંકળાયેલા અધ્યાપકોને વધારે મહત્વ અપાયુ છે.
https://ift.tt/46L1Xzc
0 ટિપ્પણીઓ