![]() |
Image Twitter |
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2023, રવિવાર
નેપાળમાં એર ટ્રાફિક કર્મચારીઓની બેદરકારીને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા થતી રહી ગઈ. આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કર્મચારીઓના કારણે એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાન એકબીજાની ખૂબ નજીક આવી પહોચ્યા હતા. પરંતુ વિમાનના બન્ને પાઈલોટની સમજદારી પુર્વક નિર્ણય લેતા આ દુર્ઘટના ટળી ગઈ હતી. એર ટ્રાફિક કર્મચારીઓની આ લાપરવાહીને કારણે નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) દ્વારા ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. CAAN ના અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે, હાલ અમે આ સમગ્ર મામલે તપાસ પણ કરી રહ્યા છીએ.
એર ઈન્ડિયાનું વિમાન 19 હજાર ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહ્યું હતું
આ બાબતે મળતી માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવારે સવાર છે. આ સમયે નેપાળ એરલાઈન્સનું એરક્રાફ્ટ એરબસ A-320 કુઆલાલંપુરથી કાઠમંડુ આવી રહ્યું હતું અને એર ઈન્ડિયાનું વિમાન નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહ્યું હતું. બંને વિમાનો આકાશમાં એક-બીજાથી નજીક આવી ગયા હતા અને થોટા માટે અથડાતા -અથડાતા રહી ગયા હતા. એર ઈન્ડિયાનું વિમાન 19 હજાર ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન આ સમયે 15 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું.
આ અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે
ઉલ્લેખનીય છે કે આ કોઈ સામાન્ય વાત નથી. થોડા વર્ષ પહેલા બેગ્લોરમાં પણ આવી ઘટના સામે આવી હતી. જેમા પણ બે વિમાનો સામ-સામે ટકરાતાં બચી ગયા હતા. જેમા બન્ને વિમાનોમાં લગભગ 330 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને તેના માટે એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે
https://ift.tt/urCZGwU from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gLukD63
0 ટિપ્પણીઓ