કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ : પક્ષ પ્રમુખ ખડગે, મહામંત્રી પ્રિયંકા, રાજઘાટ પર પહોંચ્યાં


રાહુલને ગેરલાયક ઠરાવ્યા - કોંગ્રેસ કૃદ્ધ થઈ

પોલીસે 144મી કલમ લાગુ કરી દીધી હોવાથી માત્ર થોડા જ કાર્યકરો સત્યાગ્રહમાં જોડાઈ શક્યા

નવી દિલ્હી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વપ્રમુખ અને પક્ષના વરિષ્ટ નેતા રાહુલ ગાંધીને એક માનહાની કેસમાં થયેલી બે વર્ષની સજાને લીધે આઘાતમાં આવી ગયેલા પક્ષના નેતાઓ પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજના પાંચ સુધીનો, મહાત્માજીના અગ્નિ સંસ્કારનાં સ્થળ, રાજઘાટ ખાતે સંકલ્પ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. પરંતુ તે પૂર્વેથી જ પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ ૧૪૪મી કલમ અમલી કરતાં માત્ર થોડા જ વરીષ્ટ નેતાઓ તેમાં સામેલ થઇ શક્યા હતા.

તે સર્વવિદિત છે કે ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકનાં કોલારમાં જાહેર સભાને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે શા માટે દરેક ચોરોની અટક મોદી હોય છે તેથી મોદી અટક ધરાવતી એક વ્યક્તિએ રાહુલ ઉપર માનહાનીનો કેસ કરતાં તેઓને બે વર્ષની સજા સૂરતની એક કોર્ટે કરી હતી તેથી તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા. તેઓને ગૃહમાંથી ચાલ્યા જવું પડયું હતું. કેસ મૂળ તો કર્ણાટકમાં થયો હતો, પરંતુ પછીથી ગુજરાતમાં ટ્રાન્સફર કરાયો હતો.



https://ift.tt/0jlgMGW from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4wne6iP

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ