- ચૂંટણી પંચ મતદાન મથકો માટે પ્રક્રિયા આરંભી
- ટીંબા. પામોલ, આસોદર, થામણા,આણંદ, પેટલાદ, રેલ મતદાન મથકોનો સમાવેશ
ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ ગુજરાતના કુલ-૫૧૮૩૯ મતદાન બુથો પૈકી ૧૮૦ મતદાન બુથ ઈકો ફ્રેન્ડલી મતદાન બુથ તરીકે ઉભા કરવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારીત ૧૮૦ ઈકો ફ્રેન્ડલી મતદાન બુથ પૈકી આણંદ જિલ્લાના સાત મતદાન બુથ ઈકો ફ્રેન્ડલી મટીરીયલનો જ ઉપયોગ કરશે અને આ ઈકો ફ્રેન્ડલી મતદાન બુથો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.
આ સાત ઈકો ફ્રેન્ડલી મતદાન બુથ સીંગલ યુઝ પ્લાસ્ટીક, પોલીસ્ટાયરીન સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટીકથી બનેલા મટીરીયલ, ડેકોરેશન માટે પ્લાસ્ટીક સ્ટીક બલૂન, પ્લાસ્ટીક ફ્લેક્સ, કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ સ્ટીક્સ, પોલીસ્ટાઈરીન, ૧૦૦ માઈક્રોનથી ઓછી સાઈઝની પ્લાસ્ટીક, પ્લેટ્સ, ફોર્ક, ચમચી, ટ્રે વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ કે જે પર્યાવરણમિત્રની શ્રેણીમાં સમાવિષ્ટ નથી તે ટાળીને મતદાનની કામગીરી કરશે.
આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભામાં ટીંબા, બોરસદ વિધાનસભામાં પામોલ, આંકલાવ વિધાનસભામાં આસોદર, ઉમરેઠ વિધાનસભામાં થામણા, આણંદ વિધાનસભામાં આણંદ, પેટલાદ વિધાનસભામાં પેટલાદ અને સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાં રેલ ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન બુથ ઉભા કરવામાં આવશે.
https://ift.tt/FyENhjr
0 ટિપ્પણીઓ