- બોટાદની બન્ને વિધાનસભા બેઠક માટે
- સખી, દિવ્યાંગ, યુથ, મોડલ અને ઇકોફ્રેન્ડલી મતદાન મથકો દ્વારા મતદારોને સુગમતા પુરી પડાશે
આવતીકાલે વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કામાં બોટાદ જિલ્લામાં મતદાન યોજાશે. જે સંદર્ભે બોટાદના વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો કાર્યરત કરવા માટે અધિકારીઓને ઇવીએમ સહિતનું સાહિત્ય સોંપવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી માટે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકોએ મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૦૭-બોટાદ મતદાર વિભાગ માટે ૩૦૭ મતદાન મથકો ખાતે કર્મચારીઓને ચૂંટણી વ્યવસ્થામાં આજે ફરજ સોંપવામાં આવી હતી. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદાન અગાઉ તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સખી, દિવ્યાંગ, યુથ, મોડેલ અને ઇકોફ્રેન્ડલી મતદાન મથકો પર ફરજ પર રહેલા કર્મચારીઓ અને મતદારોને સુગમતા રહે તે માટે બીજલ શાહે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. ૧૦૭-બોટાદ મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દિપક સતાણીએ ૧૦૭-બોટાદ મત વિસ્તારની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૩૦૭ મતદાન મથકો પર ૧૩૫૦ કર્મચારીઓ અને ૧૨૩૩ સુરક્ષા કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે. ૮૦ વર્ષથી વધુ વયના મતદારો તેમજ પી.ડબ્લ્યૂ.ડી મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. જરૂરિયાતમંદો કંટ્રોલ રૂમ નંબર (૦૨૮૪૯) ૨૭૧૩૨૩ પર જાણ કરીને વાહન વ્યવહાર, વ્હીલ ચેર સહિતની સેવાઓ માટે મદદ માંગી શકે છે.
https://ift.tt/pub8rjA
0 ટિપ્પણીઓ