- એક સમયના મારા શિષ્યે જ દગો દીધો
- ડીમ્પલ યાદવ માટે પ્રચાર કરવા ગયેલા ચાચા શિવપાલ યાદવ ભાજપના ઉમેદવાર રઘુરાજ શાક્ય પર ગિન્નાયા
મૈનપુરી : રાજકારણનો અખાડો બની ગયેલી મૈનપુરી સીટ ઉપર ભાજપ અને સપા વચ્ચે જોરદાર 'તલવારબાજી' જામી પડી છે. એક બીજા ઉપર આક્ષેપ, પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ભાજપ પોતાના કામો ગણાવી રઘુરાજ શાક્યને જીતાડવા મહેનત કરે છે તો સ.પા. ડીમ્પલ યાદવ માટે પ્રચાર કરે છે હવે તો 'ચાચા શિવપાલ' (મુલાયમસિંહના ભાઈ) પણ મેદાનમાં આવી ગયા છે બહનાહલ કરહલ વિધાનસભા ક્ષેત્રમાં ભત્રીજા વહુ ડીમ્પલને જીતાડવા કમર કસી કામે લાગ્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર રઘુરાજ શાક્ય ઉપર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. તેમણે કહ્યું : રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
બહનાહલ કરહલ વિધાનસભા ક્ષેત્રમાં શેરી સભાઓને સંબોધતા સ.પા.ના રાષ્ટ્રીય પ્રમુખ શિવપાલસિંહ યાદવે ભાજપના ઉમેદવાર રઘુરાજસિંહ શાક્ય પર હુમલો કરતા કહ્યું તે તેમના શિષ્ય બનવાને લાયક નથી.
જનતા સાથેની વાતચીત દરમિયાન તેઓએ કહ્યું, મેં રઘુરાજને નોકરી અપાવી, બે વખત સાંસદ અને એક વખત વિધાયક પણ બનાવ્યો પરંતુ તેણે મને જ દગો આપ્યો તે અન્ય કોઈ શાક્ય નેતાને આગળ આવતા જોઈ શકતો જ નથી.
શિવપાલ યાદવે વધુમાં કહ્યું હમણાં જ તેણે સર્વેશ શાક્યને હરાવવાનું કામ કર્યું હતું. શિવપાલ આટલેથી અટક્યા નહીં તેમણે કહ્યું, 'મેં રઘુરાજને ફોન કર્યો તો કહ્યું કે હું ઈલાજ કરાવવા હોસ્પિટલમાં જઉં છું. તેથી મેં તેને લોહિયા હોસ્પિટલમાં જવાની સલાહ આપી. મેં કહ્યું ત્યાં મારા પરિચિત ડોક્ટરો છે હું તમને ફોન કરી દઉં ત્યાં બીજે દિવસે તો ખબર પડયા કે તે ભાજપમાં જોડાઈ ગયો છે.' શિવપાલે વધુમાં કહ્યું, 'મને જાણ પણ ન કરી અને આટલું મોટું પગલું ભરી લીધું. શિષ્ય કદી આવું ન કરે. રઘુરાજ મારો શિષ્ય કહેવડાવવાને પણ યોગ્ય નથી રહ્યો. એક સમયના મારા શિષ્યે જ મને દગો દીધો છે.'
https://ift.tt/iMu47PT from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NUEQzCf
0 ટિપ્પણીઓ