શાહરૂખ ખાનને મોટી રાહતઃ વડોદરામાં નાસભાગના કેસને રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમનું સમર્થન


- શાહરૂખની 'રઈસ' ફિલ્મના પ્રમોશન દરમિયાન વડોદરામાં થયેલી નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું કેટલાક લોકો ઘાયલ થયા હતા

નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર

ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને 5 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં 'રઈસ' ફિલ્મની પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર થયેલી નાસભાગ પરના ફોજદારી કેસને સુપ્રીમ કોર્ટે પુનઃસ્થાપિત કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ કેસમાં દખલ કરાયેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ફોજદારી કેસને રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'રઈસના પ્રચાર માટે વર્ષ 2017માં વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર થયેલી નાસભાગના સંબંધમાં તેમની સામે નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દેવામાં આવ્યો હતો. આ નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ અંગે કોંગ્રેસ નેતા જિતેન્દ્ર સિંહ સોલંકીએ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, શાહરૂથ ખાને ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને પ્રમોશનલ વસ્તુઓ ભીડ સમક્ષ ફેંકી હતી. તેના કારણે આ અકસ્માત થયો હતો. વડોદરા કોર્ટ દ્વારા જારી સમન્સને શાહરૂખ ખાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આ વર્ષે એપ્રિલમાં હાઈકોર્ટે કેસ રદ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. 

જાણો શું હતો મામલો 

આ મામલો 5 વર્ષ જુનો છ. શાહરૂખ ખાન વર્ષ 2017માં પોતાની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન માટે રેલયાત્રા કરીને મુંબઈથી દિલ્હી માટે નીકળ્યા હતા. તેમની ટ્રેન રસ્તામાં અનેક સ્ટેશનો ઉપર રોકાઈ હતી, જેમાં શાહરૂખે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ગુજરાતના વડોદરમાં પણ આ ટ્રેન ઉભી રહી અને શાહરૂખની એક ઝલક જોવા માટે ત્યાં ભીડ ઉમટી પડી હતી. તે દરમિયાન ત્યા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તેમાં ફરીદ ખાન નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.



https://ift.tt/DLdAHyE from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oHOk2hW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ