અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે અમદાવાદની મુલાકાતે છે. જે દરમિયાન સવારે દુરદર્શન કેન્દ્ર પાસેના ગ્રાઉન્ડમાં જાહેરસભાના પગલે સુરધારા સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જ્યારે બપોરે નેશનલ ગેમ્સની ઓપનીંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હોવાથી મોટેરાનોે રસ્તો થોડા કલાક બંધ રહેશે અને સાંજે જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવ દરમિયાન અંધજન મંડળથી હેલ્મેટ સર્કલનો રસ્તો બંધ રહેશે. ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના હોવાને કારણે ત્રણ સ્થળોએ કેટલાંક કલાકો સુધી રસ્તા બંધ રહેશે. દુરદર્શન ટાવર પાસેના ગ્રાઉન્ડમાં જાહેરસભાનું આયોજન કરાયું છે. જેથી સવારે આઠ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરધારા સર્કલથી એનએફડી સર્કલ, થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ અને ગુરૂદ્વારાથી સંજીવની હોસ્પિટલનો રસ્તો બંધ રહેશે. બાદમાં બપોરના બાર વાગે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સની ઓપનીંગ સેરેમની હોવાને કારણે જનપથ હોટલથી મોટેરા સુધીનો રસ્તો પણ બંધ રહેશે. જ્યારે સાંજના સાત વાગ્યાથી અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ સુધીનો રસ્તો સાંજે સાત વાગ્યાથી કાર્યક્રર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
https://ift.tt/xjz0E6o
0 ટિપ્પણીઓ