લીલાપર ગામની સીમમાં ગોડાઉનમાંથી 40.51 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

- કિશનગઢ ગામની સીમમાંથી ૧૩.૨૩ લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલી ટ્રક ઝડપાઈઃ લખધીરપુર રોડ પર ૧૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયોઃ લાલપર ગામે પણ દરોડો

મોરબી


મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ કરવામાં આવી રહી છે.બુટલેગરો તહેવારની મોસમમાં કમાઈ લેવાના હેતુથી દારૂના મોટા જથ્થા ઉતારવાની પેરવી કરી રહ્યા હોય ત્યારે પોલીસે  સતર્કતા દાખવીને ૪ સ્થળોએ દરોડા પાડી લાખોનો દારુ ઝડપી લીધો છે.મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ગોડાઉનની ઓરડીમાં દરોડો કરીને રૂ ૪૦.૫૧ લાખનો ૮૯૮૮ બોટલ ઈંગ્લીશ દારૂ  જપ્ત કર્યો છે.અને એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે. કિશનગઢ ગામેથી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઈને ૧૩.૨૩ લાખનો દારૂ અને ટ્રક સહીત ૨૦.૨૩ લાખનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને દબોચી લેવામાં આવ્યો છે.મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર બાઈકમાં ઈંગ્લીશ દારૂની ૧૮૬ બોટલ લઇ જતા ઈસમને ઝડપી લેવાયો છે.લાલપર ગામે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં ગૌશાળા પાસે મિત વિજય ચૌહાણ નામનો ઇસમ ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ સ્થળ પર ત્રાટકી હતી.જેમાં લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૮૯૮૮ કીમત રૂ ૪૦,૫૧,૮૦૦નો દારૂનો જથ્થો ઝડપી લીધો છે.રેડ દરમીયાન આરોપી મિત વિજય ચૌહાણ (રહે દલવાડી સર્કલ પાસે, પ્રધાનમંત્રી આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં બી/૯ મકાન નં ૧૧૦ મૂળ રહે મોડપર તા. મોરબી)વને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી દીપકસિંહ ખોડુભા વાઘેલા (રહે નાની બજાર મોરબી), ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા (રહે લજાઈ તા. ટંકારા) અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ (રહે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી)ના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમીયાન સોખડા ગામના નયન રાયકા ગઢવી ટ્રકમાં સોખડા ગામ તરફ જવાના રસ્તે કિશનગઢ ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થાની હેરાફેરી કરવાની પેરવી કરતો હોય જે બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો.જેમાં  દારુની બોટલો નંગ ૯૬૩૬ અને બીયર નંગ ૧૪૧૬ મળીને કુલ રૂ ૧૩,૨૩,૬૦૦નો દારૂ બીયરનો જથ્થો તેમજ ટ્રક મળીને કુલ રૂ ૨૦,૨૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ ટ્રકચાલક મદન અજુદી કન્છેદી (ઉ.વ.૩૬) (રહે એમપી )ને ઝડપી લીધો છે તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબીમાં લખધીરપુર રોડના નાકા પાસેથી પસાર થતા બાઈકને રોકી તલાશી લેતા બાઈક ચાલક ગીરીશભાઈ માધવલાલ લુવોટ દારૂની હેરાફેરી કરતો મળી આવ્યો હતો તેમજ લખધીરપુર રોડ પર સિરામિક બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાં પડતર જગ્યામાં રાખેલ દારૂનો જથ્થો મળીને પોલીસે કુલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૮૬ સાથે ઝડપી  લીધો હતો.

 મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે રેડ કરી હતી જેમાં લાલપર નજીક કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૦ અને બીયર નંગ ૪૮  મળી દારૂ-બીયર અને કાર મળીને રૂ ૫,૨૭,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.અને આરોપી કિશન નરોત્તમ દૂધરેજિયા , કિશન ઉર્ફે વિજય જીવરાજ મેર અને વિશાલ મંછારામ ગોંડલીયાએમ ત્રણ આરોપીને ઝડપી લીધા છે.અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



https://ift.tt/gBoMikC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ