હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો દેશી લૂક થયો વાયરલ, પતિ સાથે ભેંસોને નવડાવતી જોવા મળી


ચંદિગઢ, 23 ઓગસ્ટ, 2022, મંગળવાર 

હરિયાણા રાજય અને હિંદી બેલ્ટ તરીકે ઓળખાતા ઉત્તર ભારતમાં ગાયિકા અને ડાન્સર સપના ચૌધરી ખૂબ લોકપ્રિય છે. હરિયાણાની દેશી કવીન તરીકે ઓળખાતી સપના સોશિયલ મીડિયાના માધ્યમમાં ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. ખાસ કરીને તેના સ્ટાઇલિશ ફોટો શુટ ખૂબ ચર્ચા જગાવે છે. તાજેતરમાં આ ડાન્સ કવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પતિ સાથે ભેંસને નવડાવી રહી છે. 


વીડિયોની શરુઆતમાં પાલતુ ભેંસોને સપના બુચકારીને બોલાવી રહી છે. સપના એમ પણ કહી રહી છે કે વીર હી સબ કુછ લગતા હૈ તેરા, મૈ કુછ નહી લગતી. સપનાનો આવકાર છતાં ભેંસ તેની નજીક આવતી નથી ત્યારે તેની પતિ વીર દેખ મૈ બુલાતા હું એમ કહીને ભેંસોને નજીક લાવે છે.

તારા અને માયા નામની ભેંસોને પતિ નવડાવામાં મશગૂલ થઇ જાય છે ત્યારે સપના પતિને સવાલ કરે છે કે ભેંસ તમારી વાત સમજી લે છે લાગે છે કે તેની સાથે આપનું ઇન્ટરનલ કનેકશન છે. સપના અને તેના પતિ વીરનો આ વીડિયો સંવાદ તેના લાખો પ્રશંસકોનું દીલ જીતી રહયો છે. આ વીડિયો વાયરલ થઇ રહયો છે. ઇન્સ્ટાગ્રામ પર લિંક પણ શેર કરી રહયા છે. સપનાનો એકદમ ગ્રામીણ દેશી અંદાજ લોકોને પસંદ આવી રહયો છે. 



https://ift.tt/SPO1Ais from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QIa1pyW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ