સેક્રેડ નાઇન હુક્કાબાર પર દરોડા અંગે સરખેજ પોલીસ વિરૂધ્ધ રિપોર્ટ કરાશે

અમદાવાદ

એસ પી રીંગ રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હુક્કાબારના દરોડાના મામલે સરખેજ પોલીસની બેદરકારી અંગે ડીજીપીને રિપોર્ટ કરવામાં આવશે.  ગત બુધવારે મોનીટરીંગ સેલે પાડેલા દરોડામાં ૬૮ જેટલા લોકો હુક્કો પીતા ઝડપાયા હતા. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરથી માંડીને સર્વેલન્સ સ્ટાફની બેદરકારી છતી થતા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ગત ૧૭મી ઓગસ્ટના રોજ એસ પી રીંગ રોડ આર્યન એમ્બેસી પાસે  સેક્રેડ નાઇન નામના ંહુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  પોલીસને દરોડા દરમિયાન ૨૯ જેટલા હુક્કા  તેમજ ે યુવતી અને યુવકો સહિત કુલ ૬૮ જેટલા લોકો હુક્કાનું સેવન કરતા મળી આવ્યા હતા. બાદમાં પોલીસે સેમ્પલ ફોરેન્સીક લેબમાં મોકલીને તપાસ કરાવતા તમામ ફ્લેવર્સમાં નિકોટીન મળી આવ્યું હતુ. જેના આધારે હુક્કાબારના માલિક અને સંચાલક કેવલ મહેન્દ્ર પટેલ (રહે. બિનોરી રેસીડેન્સી, બોપલ) ધુ્રવ ઠાકર (રહે.દેવનંદન પ્લેટીના,ગોતા), કરણ પટેલ (રહે.યુનિવર્સલ આર્કેડ, સાયન્સ સીટી રોડ, સોલા) અને કરણના સગા ભાઇ  આશીષ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.  સાથે સાથે સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રાથમિક તપાસમાં હુક્કાબાર મામલે સરખેજ પોલીસની બેદરકારી પણ બહાર આવી હતી. જેમાં ઘણા લાંબા સમયથી મોટાપાયે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવા છંતાય, પોલીસ સુધી કોઇ માહિતી નહોતી. જેથી સરખેજ પોલીસની શંકાસ્પદ ભુમિકા પણ હોવાની શક્યતા છે. આ તમામ ૂબાબતોને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ હુક્કાબારના દરોડા અંગે સરખેજ પોલીસની બેદરકારી અંગે ડીજીપીને રિપોર્ટ ફાઇલ કરશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 



https://ift.tt/X7SEHPu

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ